गुजरात

અમદાવાદમાં આજથી No Vaccine No Entry : જાણો કઇ રીતે રસી લીધાનું સર્ટી સાથે રાખવું પડશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સોમવારથી એટલે આજથી નો વેકિસન-નો એન્ટ્રીના નિર્ણયની અમલવારી થવાની છે. આજથી કોરોના વેકિસન નહીં લેનારા લોકોને એ.એમ.ટી.એસ. , બી.આર.ટી.એસ. , સાબરમતી રિવરફ્રન્ટ , કાંકરીયા લેકફ્રન્ટ સહિત સિવિક સેન્ટરો તથા મ્યુનિ.ના બિલ્ડીંગોમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયાની જાહેરાત કરાઈ છે. જેના માટે તમારે કોરોના રસી લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે. સર્ટિફિકેટ બતાવનારને જ આ તમામ જગ્યાએ પ્રવેશ આપવામાં આવશે.

કોરાના વેક્સીનનું સર્ટીફિકેટ સાથે રાખવુ પડશે

તમારે ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે કોઇપણ સ્થળે જવું હોય તો આજથી 18 વર્ષથી મોટી ઉંમરના દરેક લોકોએ પોતાની પાસે ફિઝિકલ કોવિડ વેક્સિનેશન સર્ટિફિકેટ અથવા મોબાઈલમાં ઈ-કોપી અચૂક રાખવી પડશે. પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ જેઓ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતા પણ બીજો ડોઝ ન લીધો હોય તેવા વ્યક્તિઓને સોમવારથી પ્રવેશ મળી શકશે નહીં.

શહેરના બગીચાઓમાં પણ પ્રવેશ નહીં મળે

શહેરમાં આવેલા નાના-મોટા ૨૮૩ બગીચાઓમાં જે મુલાકાતીઓએ કોરોના વેકિસન નહીં લીધી હોય એમને પ્રવેશ આપવામાં આવશે નહીં.મ્યુનિ.ના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના ડાયરેકટર જિજ્ઞોશ પટેલના કહેવા પ્રમાણે,બગીચામાં પ્રવેશ માટે કોરોના વેકિસન લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે.

Related Articles

Back to top button