गुजरात

લોકસભાની ચૂંટણીના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂર્વ કચ્છ એસપી ની આગેવાનીમાં રાપર શહેર ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ હતી

રિપોર્ટર. રમેશભાઈ મકવાણા

રાપર. કચ્છ

આગામી 7 તારીખે લોકસભા 2024 ની ચુંટણી ત્રીજા તબક્કામાં ગુજરાત રાજ્યમાં યોજનાર છે ચૂંટણી ને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે

લોકસભા સામાન્ય ચૂંટણી 2024 આદર્શ વાતાવરણ અને નિષ્પક્ષ ન્યાય તથા તટસ્થતા યોજાય સુલેહ શાંતિનો માહોલ જળવાઈ રહે તે માટે રાપર શહેર જિલ્લા એસપી સાગર બાગમાર ની આગેવાની હેઠળ રાપર પોલીસ સ્ટાફ તેમજ સીઆઇએસએફ જવાનો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવેલ હતી

રાપર શહેરના દેના બેન્ક ચોક બસ સ્ટેશન સેલારી નાકા મેન બજાર માંડવી ચોક સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી

યોજાયેલ ફ્લેગ માર્ચ માં પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર રાપર પી. આઇ જે બી બબુડીયા. સીપીઆઇ. વીકે ગઢવી પીએસઆઇ આંબલીયારા. પીએસઆઇ સોલંકી. સહિત રાપર પોલીસ સ્ટાફ. ટીઆરબી. સ્ટાફ સહિતનો સ્ટાફ જોડાયો હતો

આ વેળાએ પૂર્વ કચ્છ એસ.પી એ સૌ લોકો વધુમાં વધુ મતદાન કરે તેમ જણાવ્યું હતું

Related Articles

Back to top button