गुजरात

મંત્રી કુમાર કાનાણીના દિકરા અને મહિલા કોન્સ્ટેબલ વચ્ચે બબાલ, ઓડિયો વાયરલ

Anil Makwana

સુરત

સોશિયલ મીડિયામાં ઓડિયો વાયરલ થયો છે. જેમાં મુજબ મહિલા પોલીસ કોન્સ્ટેબલ સુનિતા યાદવ અને મંત્રી કાનાણીના દીકરના વચ્ચે થયેલી બબાલની રેકોર્ડિંગ સંભળાય છે. હીરાબજારમાં ફરજ દરમિયાન રાત્રે 10 વાગ્યા પછી કારમાં માસ્ક વગર આવેલા 5 જણાએ કરફ્યુનો ભંગ કરતા સુનિતાએ તેમને અટકાવ્યા હતા. બાદમાં ત્યાં મંત્રી કુમાર કાનાણીનો દીકરો પ્રકાશ કાનાણી આવ્યો હતો અને બંને વચ્ચે બબાલ થઈ હતી. મહિલા કોન્સ્ટેબલે એમ પણ કહ્યું હતું કે, ‘વડાપ્રધાનનો દીકરો હોત તો પણ હું રોકતી.’ ઓડિયોમાં મહિલા કોન્સ્ટેબલ સુનીતા યાદવે કહ્યું કહેતા સંભળાય છે કે, પોલીસની વર્દીમાં બહુ પાવર છે. વડાપ્રધાન મોદીને ઉભા રાખવાની ત્રેવડ છે મારામાં. તમારામાં જે ત્રેવડ હોય તે લગાવી દેજો, ડીજી પાસે નહીં વડાપ્રધાન પાસે પહોંચવાની પણ ત્રેવડ છે મારી. મને અહીં 365 દિવસ ઉભી રાખશે એવું તને કહેવાની સત્તા કોણે આપી. મંત્રીનો દીકરો છે તો શું થયું. એક કામ કરો મારી બદલી કરાવી દો. મારે ગાંધીનગર જવું છે, બહુ મગજમારી નથી કરવી, સસ્તામાં કરાવી દેજો. જોકે, બાદમાં સમગ્ર ઘટના અંગે કોન્સ્ટેબલે પીઆઈને પણ ફોન કર્યો હતો. ઓડિયો મુજબ પીઆઈએ ‘તમને બંદોબસ્તમાંથી ફ્રી કરવામાં આવે છે…હવે તમારું કોઈ કામ નથી તમે જાઓ’ તેવું જણાવ્યું હતું.

Related Articles

Back to top button