गुजरात

જંબુસર તાલુકાના કાવી ગામ ની મેડિકલ કોલેજની વિદ્યાર્થીની યુક્રેનથી હેમખેમ પરત ફરતાં પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ.

Anil Makwana

જંબુસર

સાજીદ મુન્શી કાવીવાલા

યુક્રેનમાં રશિયાના હુમલા બાદ સર્જાયેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે જંબુસર તાલુકાના કાવી ગામની વતની અને હાલ વડોદરા ખાતે રહેતા મહેબુબભાઇ દેસાઈની પુત્રી મુબસ્સીરા મહેબૂબ દેસાઈ બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી ચેનિઁવિત્સીમાં મેડિકલ અભ્યાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે તંગદીલી ભર્યા વાતાવરણને કારણે તેઓને માદરેવતન લાવવા માટે પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું પરંતુ દેશના વડાપ્રધાન અથાઁગ પ્રયત્નોને કારણે તેઓ હેમખેમ એટલે કે સલામત રીતે ચેનિઁવિત્સીથી રોમાનિયાની સરહદ પાર કરીને રોમાનિયા એટોપેની ઇન્ટરનેશનલ એરપોર્ટ થી મુંબઇ છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે આવી ગયા હતા અને ઘરે પહોંચતાં જ પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી અને સુરક્ષિત રીતે બહાર આવવા બદલ પરિવારજનોએ ભારત સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો….

 

 

 

Related Articles

Back to top button