गुजरात

સામખ્યાળી પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર (બંદુક) સાથે આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,પુર્વ -કચ્છ, ગાંધીધામ

પુર્વ કચ્છ ગાંધીધામ

રિપોર્ટર. રમેશભાઈ મકવાણા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી ગેરકાયદેસર હથિયારનાં કેસો શોધી કાઢવા સારૂ જરૂરી સુચના આપેલ હોય જેથી એન.એન.ચુડાસમા ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર એલ.સી.બી.નાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારના આધોઈ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન દતક વિસ્તાર ગમડાઉ તા.ભચાઉ ખાતેથી નીચે જણાવેલ આરોપીને દેશી હાથ બનાવટની બંદુક સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે સામખ્યાળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીનું નામ

(૧) વશરામ ઉર્ફે જર્ગાદેશ વેલાભાઈ કોલી ઉ.વ. ૨૭ ૨હે. દતક વિસ્તાર ગમડાઉ તા.ભચાઉ

કબ્જે કરેલ મુદ્દામાલ

દેશી હાથ બનાવટની બંદુક નંગ-૧ કિ.રૂ.૫૦૦૦/-

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

Related Articles

Back to top button