गुजरात
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર મધ્યે ડૉ બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ હોઈ વધુ થી વધુ લોકો જોડાય તેવું આહવાન
જય ભીમ સેવા સમિતિ આડેસર દ્વારા મોટી સંખ્યામાં લોકો જોડાય તેવું આહવાન
રિપોર્ટર કાંતિલાલ સોલંકી
કચ્છ ગુજરાત
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની ૧૩૩ મી જન્મ જયંતી નિમિત્તે આડેસર મધ્યે એક રેલીનું આયોજન કરેલ છે આ રેલી સણવા રોડ ઉપર આવેલ સમાજવાડીથી સમગ્ર આડેસર ગામમાં પરિભ્રમણ કરી અને સણવા ભીમાસર રોડ સર્કલ ઉપર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ હોઈ કચ્છ જિલ્લાના અને રાપર તાલુકાના તેમજ સમગ્ર ગુજરાતના અનુસૂચિત જાતિના લોકો જેમ બને તેમ વધારે માં વધારે સંખ્યામાં આંબેડકરવાદીઓ અને બુદ્ધની વિચારધારા ધરાવતા લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાઈ અને પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપે જેથી ગત ૧૪ એપ્રિલે ગાંધીનગરમાં જેવો કાર્યક્રમ યોજાયો હતો તેવો જ કાર્યક્રમ યોજાય અને ઈતિહાસ રચાય તેવું”જય ભીમ સેવા સમિતિ” આડેસર વતી આહવાન છે