गुजरात

છેલ્લા અગિયાર વર્ષથી ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે.ના અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી ને ભોગ બનનાર સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ –કચ્છ, ગાંધીધામ

પૂર્વ કચ્છ. ગાંધીધામ

રિપોર્ટર. રમેશભાઈ મકવાણા

પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના આધારે ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા એલ.સી.બી. પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી તે દ૨મ્યાન મળેલ બાતમી હકીકત આધારે ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે.મા દાખલ થયેલ અપહરણના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સાથે ધાંગધ્રાં જી.સુરેન્દ્રનગર ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ બી ડીવી. પો.સ્ટેને સોંપવામાં આવેલ છે.

પકડાયેલ નાસતા ફરતા આરોપીનુ નામ

રાજેશ ઉર્ફે રાજુ સ/ઓ શામજીભાઈ નાનજીભાઈ અઘારા (કોલી) ઉ.વ. ૨૮ મુળ ૨હે. બાવળી તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર હાલે ૨હે. કુડા શક્તિસિંહ ઝાલાની વાડી ઉપર તા.ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર

પકડાયેલ આરોપી નીચે મુજબના ગુના કામે નાસતો ફરતો હતો

ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૦૦૬૬/૨૦૧૩ ઈ.પી.કો.ડ. ૩૬૩, ૩૬૬ એટ્રોસીટી એક્ટ ૩(૨)૫ મુજબ

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેકટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે.

Related Articles

Back to top button