गुजरात

વિજયનગર તાલુકાના પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.

Anil Makwana

વિજયનગર

રિપોર્ટર – દિપક ડામોર

સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકાના ગામ પાલ, તેમજ ચિતારીયા ગામની સરહદના સીમાડા માં ડુંગર ઉપર એક જૂનું અને જાણીતું તીર્થધામ આવેલું છે. જેનું નામ છે હતળાઈ માતા (સંચરાઈમાં) તરીકે ઓળખવાં માં આવે છે.

વાસ્તવિકતા ત્યાં એવી છે કે હજારો વર્ષો થી ત્યાં નાના મોટા પ્રકૃતિ પ્રેમીઓ આસ્થા ના પ્રતીક રૂપે બોલબાધા, માનતા લઇ કે નવો ખેતર નો પાક અર્પણ કરવાની પરંપરા ચાલતી આવી છે. ત્યારે નીચે થી એ પવિત્રસ્થાને પહોંચવા ઉપર સુધી દોઢ km ની ઉંચાઈ ધરાવે છે જે પાલ ગામના સરપંચ શ્રી ગણપતભાઈ ડામોર ને આવતા પ્રવાસી ઓ ને તકલીફ પડતા, લોકોની લાગણી ધ્યાનમાં રાખીને નિસ્વાર્થે હિંમતભેર સાહસ કરી ને નવો રસ્તો નીચે થી ઉપર સુધી બનાય ને લઇ ગયા છે અને ઉપર પાર્કિંગ વ્યવસ્થા પણ થાય એવું આયોજન કર્યું છે તેમજ પાણી ની પણ આટલી જ ગંભીર સમસ્યા હતી તેઓ ચિતારીયા ગામના સરપંચ શ્રી ને એક બોરવેલ પણ વ્યવસ્થા કરી નિસ્વાર્થે પુણ્ય નું કામ કરેલ છે. જે પવિત્ર ધામ હતળાઈ માં ના દર્શને આવતા ભક્તો બન્ને ગામના સરપંચ શ્રી ઓ સેવા અને વ્યવસ્થા જોઈ. ભક્તોના દિલ જીતી ખુશીનો માહોલ જોવા મળે છે એવું લોકમુખે સાંભળવામાં આવે છે. જે પ્રકૃતિ ના ખોળે હતળાઈ માતાજી ના પવિત્ર ધામ ની સૌંદર્ય જ કંઈક અલગ હોય છે.

Related Articles

Back to top button