સુરત : બે છોકરીઓને થયો ગળાડૂબ પ્રેમ, પરિવારે ઇન્કાર કરતા ઘર છોડી ભાગી ગઈ
સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને લઈને પહેલાં પરિવાર અને ત્યારબાદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. સજાતીય સંબંધ બાંધવાની પરિવારે મંજૂરી નહિં આપતા 22 વર્ષીય યુવતી 16 વર્ષીય સગીરાને ભગાડી ગઈ છે. ફરિયાદ અન્ય કોઈએ નહિ પણ સગીરાના પરિવારે પોલીસ મથકમાં નોંધાવી છે જોકે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાશ શરૂ કરી છે.
સુરતમાં ધીરે ધીરે એકપછી એક સજાતી સંબંધોની ઘટનાઓ સામે આવી રહી છે. તે જાણીને ભલ ભલા વિચારમાં પડી જતા જતા હોય છે. ત્યારે સુરતના જહાંગીરપુરા પોલીસ મથકમાં એક પરિવાર પહોંચ્યું હતું અને તેમની દીકરીને લગ્નની લાલચે અભાગાડી જવાની વાત કરવામાં આવતા પોલીસે સગીર હોવાને લઈને તેમની ફરિયાદ નોંધવાની શરૂ કરી હતી.
ત્યારે આ આવાસ ખાતે રહેતા આ પરિવારે તમની 16 વર્ષની સગીર દીકરીને યુવાન નહિ પણ એક 22 વર્ષની યુવતી ભગાડી ગઈ હોવાની વાત કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. આ યુવતી દ્વારા તેમની સગીર દીકરી સાથે લગન અને સજાતી સંબંધ બાંધવા માટે મંજૂરી માંગવાં આવી હતી.