गुजरात

ગુજરાત પોલીસનુ “તેરા તુજ કો અર્પણ” નુ સુત્ર સાર્થક કરતી અંજાર પોલીસ

સુરક્ષા સાથે સેવાનુ ઉતરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સુત્રને સાર્થક કરતી અંજાર પોલીસ

અંજાર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

અંજાર પોલીસ સ્ટેશનમાં વિસ્તાર માંથી લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન CEIR પોર્ટલ માધ્યમથી શોધી કાઢી મુળ માલીકને પરત સોપતી અંજાર પોલીસ

મ્હે.શ્રી ડી.જી.પી. સાહેબ તથા મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી બોર્ડ૨ ૨ેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓ તરફથી સુચન કરેલ કે પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃતી-કાર્યો ક૨વા સુચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સપેકટર શ્રી.એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓએ જાતેથી ૨૨ દાખવી અ૨જદા૨ની મોબાઈલ ગુમની અરજી બાબતે સી.ડી.આર તથા સી.ઈ.આઈ પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવા પોલીસ સ્ટાફ્ના માણસોને સુચના કરેલ હોય જે બાબતે અત્રેના પો.સ્ટે ખાતે આવેલ અ૨જદા૨ની મોબાઇલ ગુમની અરજીઓ બાબતે સી.ડી.આ૨ એનાલીસીસ કરી તેમજ સી.ઈ.આઈ પોર્ટલ માધ્યથી ટ્રેસ થયેલ મોબાઈલ ફોન નંગ-૨૧ શોધી કાઢી અંજાર પોલીસ સ્ટેશન ખાતે “ગુડ ગવનર્સ ડે ઉજવણી કાર્યક્રમ અર્તગત તેરા તુજ કો અર્પણ”નુ આયોજન કરેલ હોય સદ૨ જગ્યાએ મોબાઈલ ફોનના મુળ માલીક/અરજદા૨ને તેઓના મોબાઈલ ફોન પોલીસ ઇન્સપકેટર શ્રી એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓના હસ્તે સુપ્રત કરવામાં આવેલ

ઉપરોકત સફળ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટ૨ શ્રી.એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેકટર શ્રી.જે.એસ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો દ્રારા ક૨વામાં આવેલ છે.

Related Articles

Back to top button