गुजरात

અમદાવાદમાં આમ આદમી પાર્ટીના 100 થી વધુ કાર્યકર્તાઓની થઈ અટકાયત

Anil Makwana

અમદાવાદ

આજ રોજ સ્કૂલ ફી માફી કરવાની માંગ સાથે સામાન્ય માણસ અને મધ્યમ વર્ગના હક માટે આવાજ ઉઠાવવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે ૧૦૦ થી વધારે કાર્યકરો ની વસ્ત્રાપુર પોલીસ અમદાવાદ દ્રારા ધરપકડ કરવામાં આવી. આ બાબતે જ્યારે અમારા રિપોર્ટર દ્રારા આમ આદમી પાર્ટીના આગેવાનો જોડે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે ભારત દેશમાં હવે સરકાર દ્વારા લોકશાહી અને સંવેદનશીલ અધિકાર નું હનન કરવામાં આવી રહ્યુ છે સરકાર અંગ્રેજો જેવું વલણ અપનાવી રહી છે આ દેશ માં લોકશાહી ને બદલે ઠોકશાહી ચાલી રહ્યું છે સરકાર પોલીસ કર્મચારીઓ નો ઉપયોગ કરી સત્તા નો દૂર ઉપયોગ કરી રહી છે પણ હવે પ્રજા જાગ્રુત થઈ ગઈ છે આવનારી ચૂટણી માં પ્રજા પોતે જાગ્રુત થઈ આ અંગ્રેજો કરતા બતર સરકાર ને પોતાના કીમતી વોટ થી જવાબ આપશે,

આમ આદમી પાર્ટી દ્વારા હેસ ટેક ટ્રેડ સોસીયલ મિડિયા માં ચલાવવામાં આવી રહ્યો છે

#NoSchoolNoFees

તારીખ 6/7/20 સોમવારે 12 વાઞે શીક્ષણા અધિકારી શહેર અને જીલ્લા અઘીકારીશ્રી .બહુમતી મકાન. વસ્ત્રાપુર. અમદાવાદ ખાતે આવેદનપત્ર નીચે મુદ્દા પર આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવ્યું આવેદનપત્ર અધિકારી ને આપવા જતા રસ્તામાં જ ૧૦૦ થી વધુ કાર્યકર્તાઓની અટકાયત અમદાવાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા કરવામાં આવી હતી

આમ આદમી પાર્ટી માં આવેદનપત્ર માં પાઠવેલા મુદ્દાઓ

1.સ્કુલ શરૂ ન થાય ત્યાં સુધી ફી માફ અને વસુલ કરી હોય તો તાત્કાલિક પરત આપો
2.1 થી 5 ઘોરણ ઓનલાઈન પ્રથા બંધ કરો
3 ખાનગી સ્કુલો જેવું સરકારી સ્કુલો માં શીક્ષણ સ્તર નો સુધારો કરવો
4.ફી લીધા વઞર માકૅશીટ આપતાં નથી તે તાત્કાલિક આપવામાં આવે અને આવા સંચાલક ઉપર તાત્કાલિક કાયૅવાહી કરવી
5.સ્કુલ સંચાલક ને શીક્ષક ના પઞાર ચુકવવા સરકાર આયોજન કરે

ગુજરાતમાં હવે ત્રીજો વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી હવે સક્રિય થઈ ગઈ છે તેવુ આમ આદમી પાર્ટીના આંદોલન પર થી દેખાઇ રહ્યું છે કેમકે આની પહેલા પણ લાઈટ બીલના મુદા ઉપર આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં ટોરેન્ટ પાવર ની ઓફીસમાં આવેદનપત્ર પાઠવી ત્યા પણ વિરોધ નોંધાવ્યો હતો સામાન્ય અને મધ્યમ વર્ગ ના દરેક મુદા ઉપર આમ આદમી પાર્ટી ગુજરાત માં હવે વિશેષ ધ્યાન આપી રહી છે તેવું હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આમ આદમી પાર્ટી દ્વારા આવનારા નગરપાલિકા સરપંચ અને મહાનગરોમાં કોર્પોરેશન ની ચુંટણી લડશે કે નહીં તે જોવાનું રહ્યુ કેમકે જો ચુંટણી માં આમ આદમી પાર્ટી તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતારે તો શું ગુજરાતની પ્રજા દ્રારા ગુજરાતના ત્રીજા વિકલ્પ તરીકે કેટલો સાથ સહકાર મલે છે અને શું ગુજરાત ની પ્રજા આમ આદમી પાર્ટી ને ત્રીજા વિકલ્પ તરીકે પસંદ કરે છે કે નહીં તે જોવાનું રહ્યું.

Related Articles

Back to top button