गुजरात

કચ્છ પરિવારે રોગ મટતા પશુબલીની માનતા રાખતા ભાંડાફોડ પડધરીમાં પશુબલી કરનારા સામે ગુન્હો દાખલ કરતું વિજ્ઞાન જાથા

ભુવાએ ૭૦૦ પશુબલી કરી હોવાનો ઘટસ્ફોટ.

અમદાવાદ ગુજરાત

રિપોર્ટર વિનોદભાઈ ગાવાણીયા

ભુવા સહિત ૩ શખ્સોની ધરપકડ કરતું પોલીસ તંત્ર.

ઘેટાની પ્રસાદી વખતે વિજ્ઞાન જાથા ત્રાટકતા નાસભાગ, ૩ શખ્સો ફરાર.

અફડાતફડીમાં ૩ બોકળાને છુટા મુકી દેતા હાથમાં ન આવ્યા.પડધરી પોલીસ સ્ટેશનની પ્રશંસનીય કામગીરી.

પોલીસ સ્ટેશનમાં દેવીપૂજક સમાજના ટોળેટોળા ઉમટતા પોલીસે વિખેરી નાખ્યા.

વિજ્ઞાન જાથાનો ૧૨૪૦ મો સફળ પર્દાફાશ.

અમદાવાદ : રાજકોટ જિલ્લાના પડધરી ગીતાનગર વિસ્તારમાં ભુવાના ઘરે માનતાના નામે બે પશુની બલી ચડાવતા ભારત જન વિજ્ઞાન જાથાએ ભુવા સહિત ત્રણ શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. ભુવાએ ૭૦૦ નિર્દોષ પશુની બલી ચડાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી તપાસ આગળ વધારી છે. પડધરી પોલીસ સ્ટેશનની મદદથી વિજ્ઞાન જાથાએ ૧૨૪૦ મો સફળ પર્દાફાશ કર્યો હતો. પશુબલી કરવી કાનુની અપરાધ છે. ઘટના સ્થળે નાસભાગ થવાથી ત્રણ શખ્સો સહિત ત્રણ બોકળાના સગડ મળ્યા ન હતા.

બનાવની વિગત પ્રમાણે જાથાના કાર્યાલયે દેવીપૂજક સમાજના જાગૃતે ટેલીફોનિક માહિતીમાં કચ્છ પરિવારે રોગ મટતા અને સંતાન પ્રાપ્તિની માનતામાં બે ઘેટા ત્રણ બોકળાની પશુબલી સાંજના સમયે ભુવા ભાયલાલભાઈ સોલંકી કે જે મહાકાળી અને લખાબાપાના શરીરમાં આવે છે તેના ઘરે થવાની છે તે સંબંધી સાત-આઠ શખ્સોના નામ આપવામાં આવ્યા હતા. છેલ્લા ત્રીસ વર્ષમાં ભુવાએ ૭૦૦ થી વધુ પશુઓની બલી ચડાવી દીધી છે. માતાજીનો ભય-ડર, બતાવી પરાણે પશુબલી કરાવે છે. પરિવારનું ધનોત-પનોતની બીક બતાવી માતાજી અને લખાબાપાના મઢે બલી ચડાવવામાં આવે છે. મફતમાં માંસ-મટનનો પ્રસાદ અવારનવાર કરવાથી સમાજના લોકોની ભીડ રહે છે. ભુવો આર્થિક સધ્ધર હોવાથી શ્રદ્ધાળુઓ ડર અનુભવતા હતા. ભુવો વ્યસનની લત લગાડી નિર્દોષને મોતને આમંત્રણ આપતો હતો. ભુવાનો બંગલો વિસ્તારમાં આગવી ઓળખ છે. ગરીબ સમાજના લોકો વ્યાજે રૂપિયા લઈ માનતા ઉતારતા હોય છે. લખાબાપાની જગ્યાએ ઘેટા-બોકળાની ગરદન ઉપર તીક્ષ્ણ હથિયારથી ડોકુ કાપી ભુવો મંજુરી મળ્યા પછી પ્રસાદ બનાવવામાં આવે છે. દેવીપૂજક સમાજમાં સરકારે પશુબલી કરવા સંબંધી પરિપત્ર કર્યો છે તેવું ભુવો બોલીને છેતરપિંડી કરે છે, તેવી હકિકત જાથાને જણાવી હતી. આ વિસ્તારમાં બે જ્ઞાતિ પશુબલીમાં માનતી હોય માનતાના નામે મિજબાની થાય છે. માથાભારે-વગદાર હોવાથી કોઈ હિંમત કરતું નથી. જાથાને પશુબલી અટકાવવા આધાર-પુરાવા આપ્યા હતા. જીવ બચાવવા માહિતી આપી હતી. માહિતી આપનારે પોતાનું નામ ગુપ્ત રાખશો ખબર પડશે તો જીવલેણ હુમલો, નાત બહાર મુકી દેશે તેવી આશંકા દર્શાવી હતી. જાથાએ હૈયાધારણા આપી હતી.

જાથાના જયંત પંડયાએ ખરાઈ કરવા દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, અંકલેશને મોકલતા હકિકત સાચી નીકળી હતી તેથી પર્દાફાશ સાથે પશુબલી અટકાવવાનું નક્કી થયું હતું. જાથાના ચેરમેન પંડયાએ અટકાવવા રૂબરૂમાં આઈ.જી.પી. પોલીસ મહાનિરીક્ષક, જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. પડધરી પોલીસ સ્ટેશનને જરૂરી સુચના મોકલવા વિગત આપી હતી.રાજકોટથી એડવોકેટ જયંત પંડયાના વડપણ હેઠળ દિનેશ હુંબલ, નિર્મળ મેત્રા, ભાનુબેન

ગોહિલ, અંકલેશ મનસુખભાઈ, રોમિત રાજદેવ, સ્થાનિક કાર્યકરો પડધરી પોલીસ સ્ટેશને

પહોંચતા પી.એસ.આઈ. જી. જે. ઝાલા સાથે વાતચીત કરતાં પોલીસ ફાળવણી કરી તેમાં હેડકોન્સ્ટે. વિરેન્દ્રસિંહ એસ. ઝાલા, પોલીસ સ્ટાફ રણજીતભાઈ ડેરૈયા, વિજયભાઈ દાફડા,

પુષ્પરાજસિંહ પરમાર, કિશોરભાઈ પારઘી, બે મહિલા કોન્સ્ટેબલ, પોલીસ જીપ ફાળવી દીધી.

ભુવા ભાયલાલભાઈ સોલંકી ગીતાનગરમાં મઢ-ઘરે પહોંચતા બે પશુની માનતાના નામે હત્યા કરી પ્રસાદની કામગીરી ચાલુ હતી. ભુવાના હાથમાં કાપવાનું તિક્ષ્ણ હથિયાર જોવા મળ્યું. કચ્છ પરિવાર, સગા-સંબંધી, ખાવાવાળાનો જમેલો હતો. જાથાના જયંત પંડયા અને પોલીસ પહોંચતા રીતસર નાસભાગ મચી ગઈ, અમુક ભાગવામાં સફળ થઈ ગયા. ભુવાની દિકરીઓ, મહિલા અવરોધ ઉભો કરી રોવા લાગી. અટકાવવાનો પ્રયાસ કરતાં પોલીસે લાલ આંખ કરતા મામલો થાળે પડયો હતો. પશુબલી કરનારા ભાયલાલભાઈ ભીખુભાઈ સોલંકી, બચુભાઈ હનુભાઈ સોલંકી, રમેશ ભાયલાલભાઈ સોલંકી, વિપુલ દેવરાજભાઈ સોલંકી હાજર હોય પોલીસ વાનમાં બેસાડી દેવામાં આવ્યા. પરિવારના અવરોધ વચ્ચે પોલીસ લઈ જવામાં સફળ બન્યું હતું. મહિલા પોલીસને બોલાવવી પડી હતી. પોલીસે સ્થિતિ વણસવા દીધી ન હતી. પોલીસ સ્ટેશને દેવીપૂજક સમાજના ટોળેટોળા ઉમટતા પી.એસ.આઈ. ઝાલએ કડક વલણ અપનાવતા ઘરની વાટ પકડી હતી. છેલ્લે ૨૦-૨૫ નું ટોળું ઉભું રહ્યું હતું.

જાથાના સદસ્યા ભાનુબેન ગોહિલ ફરિયાદી બની પશુબલી કરનારા ચાર શખ્સો સામે ગુન્હો દાખલ કરતાં ભુવા ભાયલાલભાઈ સોલંકી, બચુભાઈ સોલંકી, રમેશભાઈ ભાયલાલભાઈ, વિપુલ દેવરાજભાઈ સોલંકીની ધરપકડ કરી પોલીસ તપાસ ચલાવી રહી છે. હેડ કોન્સ્ટે. વિરેન્દ્રસિંહ ઝાલા તપાસના કામે વધુ ધરપકડ કરશે તેવી સંભાવના છે.

જાથાએ રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર સાથે વાતચીત કરી હતી. પડધરી પોલીસ સ્ટેશને પ્રશંસનીય કામગીરી બજાવી હતી. જાથાએ ૧૨૪૦ મો સફળ પર્દાફાશ કર્યો હતો. જાથાએ પોલીસ મહાનિરીક્ષક, આઈ.જી.પી. નો આભાર માન્યો હતો.

જાથાના દિનેશ હુંબલ, નિર્મળ મેત્રાએ ઉત્કૃષ્ઠ કામગીરી ઉપરાંત અંકિત ગોહિલ, ભાનુબેન ગોહિલ, રોમિત રાજદેવ, સ્થાનિક કાર્યકરો જોડાયા હતા.

પશુબલી, દોરા-ધાગા, ધતિંગની માહિતી મો. ૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

ફોટો તસ્વીર : રાજકોટ જિલ્લાના પડધરી ગામમાં પશુબલી કરતો ભુવો, તેના સાગ્રીતો નજરે પડે છે. પ્રસાદ, તીક્ષ્ણ હથિયાર અને સમાજના લોકો નજરે પડે છે.

 

Related Articles

Back to top button