खास रिपोर्टगुजरातदुनिया

સુરતના હીરાના વેપારીઓની માંગ, ડાયમંડ બુર્સમાં દારૂ વેચવાની આપો છૂટ….

સુરતમાં પણ સરકારે ગાંધીનગરને ડ્રીમ સિટીના નામથી ગિફ્ટ સિટી તરીકે ઓળખાવ્યું છે. સુરતના આ સપનાની નગરીમાં વિશ્વની સૌથી મોટી ઇમારત સુરત ડાયમંડ બુર્સ બનાવવામાં આવ્યું છે, ઉદ્ઘઘાટન થોડા દિવસો પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટા સુરત ડાયમંડ બુર્સમાં 4200 ઓફિસો છે.

આશરે રૂ.3500 કરોડના ખર્ચે બનેલી સુરત ડાયમંડ બુર્સ બિલ્ડીંગની સફળતાનું સપનું સુરતના હીરાના વેપારીઓ જોઈ રહ્યાં છે. સુરત ડાયમંડના વેપારીઓ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અને સેવન પર મુક્તિની પ્રશંસા કરી છે. તેઓ ગુજરાત સરકારના નિર્ણયને આવકારે છે. સમયની સાથે આ છૂટ અન્ય જગ્યાએ પણ મળવી જોઇએ, તેવી માંગ કરાઇ રહી છે.

વેપારીઓનું કહેવું છે કે સુરતમાં સરકારે જે ડ્રીમ સિટી બનાવી છે તે ગિફ્ટ સિટીની જેમ અહીં પણ દારૂ માટે અલગ વ્યવસ્થા હોવી જોઈએ. સુરત ડાયમંડ બુર્સમાં વિદેશથી આવતા વેપારીઓને જોતા સરકારે ડ્રીમ સિટીમાં 7 સ્ટાર હોટેલ બનાવવી જોઈએ અને દારૂના વેચાણ અને સેવન પર છૂટછાટ આપવી જોઈએ.

Related Articles

Back to top button