गुजरात

સિહોર તાલુકાના બુઢણાગામથી બે ચોરાઉ મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી શિહોર પોલીસ

સિહોર પોલીસ તંત્ર ની ફરજનીય કામગીરી થી ઉચ્ચ અધિકારીઓ ખુશ.

સિહોર

રિપોર્ટર – હરીશ પવાર

ભાવનગર રેન્જનાં નાયબ પોલીસ મહાનીરીક્ષક સા.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ તથા પાલીતાણા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવીરાજસિંહ જાડેજા સાહેબનાઓનાએ વાહન ચોરીઓનાં તથા અનડીટેકટ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ. જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ શિહોર પોલીસ સ્ટાફનાં માણસો ટાણા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બુઢણા ગામે પાસે આવતા હકિકત મળેલ કે,બુઢણાગામ રહેતો સિંકદરખાન મુસ્તુફાખાન ખાનજાદા પોતાના રહેણાક મકાને બે શંકાસ્પદ મો.સા રાખેલ છે તેવી હકિકત આધારે હકિકત વાળા સ્થળ ઉપર જતા એક ઇશમ વાહન સાથે મળી આવતા તેને પકડી નામ સરનામું પુછતા પોત પોતાનુ નામ સિંકદરખાન મુસ્તુફાખાન ખાનજાદા ઉવ ૩૩ રહે બુઢણાગામ તા-શિહોરવાળો હોવાનુ જણાવતા તેની પાસેના એક બજાજ પ્લસર તથા એક હિરો પેશન પ્રો મોટર સાઇકલ પડેલ હોય સદરહુ બંને મોટર સાયકલના આઘાર પુરાવા માંગતા નહી હોવાનું જણાવતા અને સંતોષ થાય તેવો કોઇ ખુલાસો નહી કરતા સદરહું નંબર વગરના બંને મો.સા ચોરી કરી અગર છળ કપટથી મેળવાની હકિકત જણાતા બંનેની કિ.રૂ. ૪૫,૦૦૦/- ગણી સી.આર.પી.સી.૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરવામાં આવેલ અને મજકુરની ઘોરણસર અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ સમગ્ર કામગીરીમાં શિહોર પોલીસ સ્ટશનના પોલીસ ઇન્સપેકટર શ્રી. કે.ડી.ગોહિલનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શિહોર પોલીસ સ્ટાફનાં હેડ કોન્સ.રાજેન્દ્રસિંહ નટુભા તથા રાજેન્દ્રસિંહ જેસીંગભાઇ હે.કો.જયેશભાઇ રાઠોડ.. પો.કો.રામદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ શકિતસિંહ હરૂભા તથા પ્રવીણભાઇ મારુ તથા અશોકસિંહ ગોહિલ તથા બીજલભાઇ કરમટીયા LPC. જાગૃતિ બેન કુચાલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

Related Articles

Back to top button