UNCATEGORIZED

LPG Cylinder New Prices: 43.50 રૂપિયા મોંઘો થયો LPG ગેસ સિલિન્ડર, અહીં ચેક કરો નવા રેટ્સ

LPG Cylinder Price: આજથી નવા મહિનાની શરૂઆત થઈ ગઈ છે. ઓક્ટોબર મહિનાના પહેલા દિવસે મોંઘાવારીનો મોટો આંચકો લાગ્યો છે. સરકારી ઓઇલ કંપનીઓએ 1 ઓક્ટોબર, 2021થી એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઈન્ડિયન ઓઇલ કોર્પોરેશને 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં (19 kg gas cylinder price hike) 43.5 રૂપિયા પ્રતિ સિલિન્ડર સુધીનો વધારો કર્યો છે. ત્યારબાદ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં (Delhi LPG Cylinder Price) 19 કિલોગ્રામ કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ 1693 રૂપિયાથી વધીને 1736.50 રૂપિયા થઈ ગયો છે.

જોકે, ઓઇલ કંપનીઓએ સામાન્ય ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામના (14.2 kg gas cylinder price) સબ્સિડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો નથી કર્યો. તેના ભાવમાં કોઈ ફેરફાર નથી કર્યો. દિલ્હીમાં 14.2 કિલોગ્રામ સબ્સિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયા બરકરાર છે. નોંધનીય છે કે, ગત મહિને એટલે કે સપ્ટેમ્બરમાં ઓઇલ કંપનીઓએ ગેસ સિલન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો કર્યો હતો.

સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામના સિલિન્ડરનો ભાવ

દિલ્હીમાં સબ્સિડી વગરના 14.2 કિલોગ્રામ સિલિન્ડરનો ભાવ કોઈ ફેરફાર વગર 884.50 રૂપિયા, કોલકાતામાં 911 રૂપિયા, મુંબઈમાં 884.50 રૂપિયા અને ચેન્નઇમાં 900.50 રૂપિયા છે.

વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર

ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને  7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.

Related Articles

Back to top button