गुजरात

Cyclone Gulab Effect: ગુજરાતમાં 24 કલાક દરમિયાન પવન, ગાજવીજ સાથે રહેશે મધ્યમથી અતિભારે વરસાદ

અમદાવાદ: બંગાળના ખાડીમાં સક્રિય થયેલું ગુલાબ વાવાઝોડું બંગાળની ખાડીથી આગળ વધ્યું છે. તે મધ્યપ્રદેશના ઉત્તર-પશ્ચિમી વિસ્તાર સુધી પહોંચ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાક દરમિયાન ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જેને કારણે સર્જાનારી સાઇક્લોનિક સરક્યુલેશનની અસરથી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી (Gujarat weather forecast) પ્રમાણે, આ વાવાઝોડાની અસરથી રાજ્યમાં 40થી 60 કિલોમીટરની ગતિના પવનો અને ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડવાની શક્યતા છે.

28-29 ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ વાવાઝોડાની અસરના કારણે 28-29 સપ્ટેમ્બર તો ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડાના કારણે ભારે વરસાદ વરસી શકે છે. આમ 27મી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી છે.

પવન સાથે આવશે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 28 સપ્ટેમ્બરના રોજ આણંદ, દાહોદ, મહિસાગર, નર્મદા, બનાસકાંઠા, છોટાઉદેપુરમાં સારો વરસાદ વરસી શકે છે. આ સાથે 29 સપ્ટેમ્બરના રોજ 40થી 60 કિમીની ગતિના પવન સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

30 સપ્ટેમ્બરે વરસાદની આગાહી

આગાહી પ્રમાણે, 30 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં આણંદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરુચ અને તાપીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે.

Related Articles

Back to top button