गुजरात

GMDC ગ્રાઉન્ડ ખાતે ઊભી કરાયેલી કોવિડ હૉસ્પિટલના તમામ દર્દીઓ તેમજ સ્ટાફ માટે આ ગ્રુપ કરશે ભોજનની વ્યવસ્થા

ગાંધીનગરનું ઉમિયા ધામ ટ્રસ્ટ સેકટર -૧૨ ખાતે આવેલા તેમના મંદિર પ્રાંગણમા ૬૦ બેડ તેમજ રાયસણની ફિઝિયોથેરાપી કોલેજમા ૧૨૦ બેડ ઉભી કરવા માટે યોગદાન આપશે. તો ગુજરાત રાજ્યના અગ્રણી અને પ્રતિષ્ઠિત બિલ્ડર તેમજ લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક અને તેમના લઘુબંધુ જયેશભાઈ કોટકની કંપની જે.પી.ઇસ્કોન ગ્રુપ દ્વારા કેન્દ્ર સરકારના ડી.આર.ડી.વિભાગ અને ગુજરાત સરકાર સાનિધ્યમાં નવનિર્મિત ૯00 બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ જી.એમ.ડી.સી.ખાતે તમામ દર્દીઓને, મેડીકલ સ્ટાફને, પેરામેડીકલ સ્ટાફને , ઉપસ્થિત સિક્યુરીટીના તમામ જવાનોને તેમજ દર્દીના સગાઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરશે.

વાત સમાજની હોય કે રાષ્ટ્રની હોય દાન અને સખાવતની વાત આવે ત્યાં સ્વ . શેઠ તલકશીભાઈ દલછારામ કોટકનો પરિવાર સદા અગ્રેસર રહ્યો છે, કોરોના મહામારીના શરૂઆતના તબક્કા દરમ્યાન ગત વર્ષે અમદાવાદ મ્યુ . કોર્પોરેશનની વિનંતીને માન આપી જે.પી. ઇસ્કોન પરિવાર દ્વારા અમદાવાદના રામદેવ નગર વિસ્તારમાં અનેક લોકોને દવા અને ભોજન નિઃશુલ્ક પુરા પાડ્યા હતા. તેજ અરસામાં અનેક શ્રમજીવી પરિવારોને ઇસ્કોન મેગામોલમાં આશરો આપી તેમની તમામ વ્યવસ્થા અનેક દિવસો સુધી જે.પી.ઇસ્કોન પરિવાર દ્વારા કરવામાં આવી હતી . લોહાણા મહાપરીષદના પ્રમુખ તરીકે પણ પ્રવીણ કોટકે કોરોના મહામારીમાં વ્યકતિગત મદદ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું .

Related Articles

Back to top button