गुजरात

અમદાવાદમાં કોરોના દર્દીઓનાં સરકારી આંકડા અને ઓક્સિજનની માંગ વચ્ચે છે મોટો તફાવત

અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓની કથળતી સ્થિતિ વચ્ચે મહત્તમ ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ વધી રહ્યો છે. ઓક્સિજનના વપરાશ અંગે સતત આવતી દર્દીઓની ફરિયાદ બાદ ન્યૂઝ18ગુજરાતીએ આ સ્થિતિની હકીકત શું તે જાણવોનો પ્રયત્ન કર્યો છે. તે માટે ક્યાંથી ઓક્સિજન આવે છે અને કોણ ડીલર છે, કેવી રીતે અમદાવાદની હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર પહોંચાડે છે અને સૌથી મોટો સવાલ શા માટે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડ્યા છે. તો આ અંગેનો એક સ્પેશિઅલ રિપોર્ટ અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.

શહેરની એલ. જી. હોસ્પિટલ, નગરી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, તપન હોસ્પિટલ અને એશિયા બેરિયાટ્રિક હોસ્પિટલ – આ તમામ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડનાર ડીલર સાથે અમે વિગતો મેળવીને હકીકત સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જણાવેલી હકીકત ખરેખર ચોંકાવનારી છે.

Related Articles

Back to top button