गुजरात

ગર્વ છે ગુજરાત પોલીસ પર.. ફરજ સાથે સાથે પ્રજાની વહારે આવતી ચાંગોદર પોલીસ

Anil Makwana

જીએનએ અમદાવાદ

કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પોલીસ રાત દિવસ ભૂલી ફરજ તો બજાવે છે સાથે સાથે લોકોના સ્વાસ્થ્ય ની પણ ચિંતા કરતા જોવા મળી રહી છે..
કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારે મેડિકલ સેવામાં જોડાયેલ લોકો, તંત્ર અને સરકાર આ મહામારીને રોકવા પ્રયાસો કરી રહી છે ત્યારે સેવા શાંતિ અને સુરક્ષાના સૂત્ર સાથે 24 કલાક ખડે પગે ઘરના સ્વજનોને ભૂલી પોતાની ફરજ બજાવનાર પોલીસ પણ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી નજરે જોવા મળી છે. અમદાવાદ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ ની સુચનના આધારે ડીવાયએસપી કામરીયા તેમજ ચાંગોદર પોલીસ સ્ટેશનના પીઆઇ મન્ડોરા તેમજ પીએસઆઈ અને પોલીસ સ્ટાફ દ્વારા ચાંગોદર, મોરૈયા અને સનાથલ વિસ્તારમાં નેશનલ હાઈવે પર કેમ્પનું આયોજન કરી લોકોને આ મહામારીમાં સ્વાસ્થ્ય અંગે જાગૃત કર્યા હતા અને તેઓને માસ્ક વિત્તરણ કરવામાં આવ્યું હતું. હાલના પ્રવર્તી રહેલ સંજોગોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનનું પાલન કરવું તેમજ માર્ગદર્શન પોલીસ સ્ટેશનના પીઆઇ અને પોલીસ કર્મીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

પોલીસનું કામ માત્ર રક્ષણ કરવાનું છે એવું નથી હોતું સમાજમા વસતા પ્રજાના સ્વાસ્થ્ય માટે પણ તેઓ ચિંતા ધરાવે છે આજે આ મહમારીને રોકવા સૌ કોઈ અથાગ પ્રયાસો કરી રહ્યા છે ત્યારે પોલીસ પણ પોતાની ફરજ સાથે સાથે સર્વસ્વ ભુલાવી પ્રજાના હિત માટે જોડાતી જોવા મળી રહી છે તે પોલીસ પ્રત્યે દરેક નાગરિક માટે ગર્વની વાત કહી શકાય જેના માટે સર્વેને ગુજરાત પોલીસ પર ગર્વ હોવો જ જોઈએ. પોલીસની આ સરાહનીય કામગીરી સાચા અર્થમાં પ્રશંસાને પાત્ર છે અને આવા પોલીસ કર્મીઓ જેઓ સાચા અર્થમાં કોરોના વોરિયર્સ છે જેના માટે તેમને સલામ છે..

Related Articles

Back to top button