गुजरात

નખત્રાણા રામાણી ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રના કૃષિપ્રધાન કૃષિ મંત્રી પુરુષોત્તમજી રૂપાલાએ જંગી જાહેરસભા સંબોધી

Anil Makwana

નખત્રાણા

રિપોર્ટર – કમલેશ નાકરાણી

અબડાસા વિધાનસભા-1 તેના ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના પ્રદ્યુમનસિંહ જાડેજા ને જીતાડવા માટે નખત્રાણા રામાણી ગ્રાઉન્ડની અંદર આદરણીય કેન્દ્રના કૃષિપ્રધાન કૃષિ મંત્રી એવા પુરુષોત્તમજી રૂપાલા સાહેબ ની જંગી સભા યોજવામાં આવેલ હતી આ સભા ની અંદર તેમને કચ્છના રણને દુનિયાના નકશા ઉપર મુકવા માટે અને વિદેશની અંદર વસતા કચ્છના સપૂત શ્યામ કૃષ્ણવર્મા જી જે જેઓ વિદેશની અંદર એટલે કે જીનીવા ની અંદર ઓ ભારત દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારી અને ભણાવવા માટે એક સ્કૂલ ખોલી હતી અને જ્યારે છેલ્લે શ્યામ કૃષ્ણ વર્મા ની તબિયત બગડી ત્યારે એક પેટી ની અંદર એના અસ્થિ ની સાથે એક ચિઠ્ઠી મૂકતા ગયા કે મારા મરણ પછી મારા તરફથી મારી માતૃભૂમિ ની અંદર એટલે કે માંડવી વિસ્તાર અત્યારે શ્યામ કૃષ્ણ જી મેમોરીયલ ટ્રસ્ટ એક મોટો આકાર પામેલ સંકુલ છે એ અસ્થિ ત્યાં પધરાવવા એવી એમની અંતિમ ઇચ્છા હતી એ કામ ભારતીય જનતા પાર્ટીના આદરણીય હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું સાથે સાથે કચ્છની કોલેજને ગ્રાન્ટેબલ કરવા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને યસ આપ્યો કચ્છ આદરણીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના હૈયે વસેલું છે કચ્છને ગુજરાતનું તોરણ અને કચ્છ અને કાશ્મીર બનાવવા માટે જ્યારે મોદી સાહેબ કટિબદ્ધ છે ત્યારે અબડાસા વિધાનસભા -1ને નંબર વન બનાવવા માટે અબડાસાની કોલેજ માટે અબડાસાના શૈક્ષણિક વિકાસ માટે અબડાસાની આરોગ્યની હોસ્પિટલો માટે નર્મદા મૈયાના પાણી માટે જો કચ્છને નંદનવન બનાવવું હોય તો અબડાસા વિધાનસભા ના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા ના નિશાન કમળ ઉપર આવતી ત્રણ તારીખે કચકચાવીને વોટીંગ કરવાની અપીલ કરી હતી જ્યારે ગુજરાતના સીએમ શ્રી વિજય રૂપાણી સાહેબ અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી સી.આર.પાટીલ સાહેબ એમ કહી ગયા હોય કે અબડાસા-1 વિધાનસભા માટે અબડાસાના સવાયા વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર હંમેશા તમારી સાથે છે અને છેલ્લે અપીલ કરી હતી કે અબડાસાના વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર 444 ગામના પ્રવાસ કરનાર અડધા અડધા કલાકના વિકાસના કામોનો હિસાબ આપનાર 444 ગામના એક એક જણ ને ઓળખનાર સીધા સરળ ઊંડી કોઠાસૂઝ ધરાવનાર વહીવટી જ્ઞાનનો ખજાનો એવા આદરણીય પ્રધાનમંત્રીજી સાહેબને જીતાડવા માટે કચકચાવીને ફરીથી કમળ ના નિશાન ઉપર ક્રમાંક ૧ ઉપર જ્ઞાતિવાદ ભૂલી જઈ અને અબડાસા-1 એક ના વિકાસ માટે વોટિંગ કરવા માટે અપીલ કરી હતી.

Related Articles

Back to top button