गुजरात

‘કોરોના કશું જ નથી, નામનો છે, હું બાહુબલી હતો, બાહુબલી રહેવાનો’, સારવાર લઈ રહેલા મધુ શ્રીવાસ્તવનો વીડિયો Viral

વડોદરા : રાજ્યમાં કોરોનાવાયરસ નો કહેર દિનપ્રતિદિન વધી રહ્યો છે. જોકે, તેની સામે રિકવરીનો રેટ પણ સુધરી રહ્યો છે. આવા સંજોગોમાં નેતા-અભિનેતા, મંત્રી-સંત્રી સૌ કોઈ આ સંક્રમણનો ભોગ બની રહ્યા છે. દરમિયાન રાજ્યની વાઘોડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે જાણીતા મધુ શ્રીવાસ્તવને પણ કોરોના થયો છે. મધુ શ્રીવાસ્તવ હાલ વડોદરાની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યાંથી તેમણે આપેલો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. તેમનો વીડિયો સંદેશો છે સકારાત્મક પરંતુ તેમના દબંગ અંદાજના કારણે વાયરલ થઈ રહ્યો છે.

મધુ શ્રીવાસ્તવે વીડિયોમાં કહ્યું ‘મારી વાઘોડિયાની પ્રજાને કહેવા માંગું છું, કે બજરંગબલીની દયાથી મેં કોરોનાને અડધો હરાવી દીધો છે. મને અસર થઈ હતી પરંતુ હાલ હું સ્થિર છું. કોરોના કશું જ નથી, કોરોના ખાલી નામનો છે, હું બાહુબલી હતો અને બાહુબલી રહેવાનો. હું તો લડતો આવ્યો છું અને લડતો રહેવાનો. હું વિજય છું અને વિજય રહેવાનો. તમને પણ મારી અપીલ છે, કે કોરોના સામે લડો અને વિજયી બનો’

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવાનો આ વીડિયો તેમના પુત્ર અને મ્યુનિસિપલ કાઉન્સિલર દીપક શ્રીવાસ્તવે જ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. મધુ ભાઈ વિવાદો માટે જાણીતા છે પરંતુ આ વખતે તેમણે પોતાના અંદાજમાં સકારત્મક સંદેશો આપ્યો છે, જોકે, તેમના સંદેશામાં ઑવરકોન્ફિડન્સ છુપાયેલો જણાય છે. ત્યારે જનતાએ કોરોના સામે ડરવાનું નથી પરંતુ સાવચેતી રાખવાની છે તેવું જાણકારોનું કહેવું છે.

Related Articles

Back to top button