गुजरात

સુરત એરપોર્ટના રનવે પર 200 કિમીની સ્પીડમાં મર્સિડીઝ દોડવાઇ, જાણો કારણ

ધોધમાર વરસાદમાં કોઈ ફલાઇટ સ્લીપ નહીં થાય તે માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના  રનવેનું ફ્રિક્શન ટેસ્ટિંગ એટલે કે, રનવે પર 200 કિમીની ઝડપે મર્સિડિઝ કારને દોડાવી રનવેનું ચેકિંગ કર્યું હતું. એવી વાત જણાય આવે છે કે એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ થાય છે. તે સમયે ફલાઇટના ટાયર અને રનવે વચ્ચે ઘર્ષણ થતા ટાયરનું રબર રનવે પર ચોટી જતું હોય છે.

તેવામાં જ રનવે પર રબર વધુ પ્રમાણમાં ચોંટી જાય અને ધોધામાર વરસાદમાં ફલાઇટ લેન્ડ કરતી સમયે સ્લીપ થઈ જવાની ઘટના બનતી હોય છે. આમ આવી ઘટના નહીં બને તે માટે રનવે પર ચોટેલા રબરનું લેવલ કેટલું છે તેને જાણવા માટે એએઆઇ ફ્રિક્શન ટેસ્ટિંગ કરતું હોય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ફિક્શન ટેસ્ટિંગ એટલે કે તેમાં એએઆઇની પીળા રંગની મર્સિર્ડિઝ કાર હોય છે. જેને સ્પેશ્યિલ ડ્રાઇવર 200 કિલોમીટર ઝડપ સુધી રનવે પર દોડાવતા હોય છે. જેેથી તેમાં રહેલ મશીન રનવેને અડતી હોય છે અને તે ચોંટેલા રબરનું પ્રમાણ જણાવતી હોય છે. તે પછી તે વધારે હોય તો તેને કાઢવા માટેની કાર્યવાહી થતી હોય છે.

અહીં વાત એવી છે કે, ગયા વર્ષે માર્ચ મહિનામાં સુરત એરપોર્ટથી સ્પાઇસ જેટની ભોપાલની ફ્લાઇટ સ્લીપ થઈ ગઈ હતી. જોકે, આ ટેસ્ટમાં રનવે પર ફ્લાઇટના ટાયરનું રબર ચોટેલું પ્રમાણ વધુ જોવા મળ્યું હોય અને અગામી દિવસમાં તે રનવે પરથી કાઢવાની પ્રક્રિયા હાથ ધરાનારી હોવાની વાત સૂત્રોએ કહી છે.

Related Articles

Back to top button