गुजरात

ગુજરાતનાં આ 15 તાલુકામાં 200 ટકાથી વધુ વરસાદ ખાબક્યો, હજી બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં થોડા દિવસથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ગત સપ્તાહમાં કેટલાક દિવસ વરસાદે જાણે બ્રેક લીધો હતો અને ફરીથી તે ધોધમાર વરસી રહ્યો છે. આ વખતે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ થઇ રહ્યો છે. રાજ્યમાં અત્યારસુધી 37.05 ઇંચ સાથે મોસમનો 113.26% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છમાં 39.21 ઈંચ સાથે મોસમનો 241.73%, દક્ષિણ ગુજરાતમાં 56.53 ઈંચ સાથે મોસમનો 99.24% વરસાદ નોંધાયો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી બે દિવસ ધોધમાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

આંકડા પ્રમાણેની વાત કરીએ તો, ગુજરાતના 14 જિલ્લાઓ એવા છે જ્યાં 100%થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં કચ્છ, આણંદ, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભરૂચ, સુરતનો સમાવેશ થાય છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ 75.47 ઈંચ, સુરતમાં 72.59 ઈંચ વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

Related Articles

Back to top button