આમોદ નગરના વેપારીઓ માં ભૂગર્ભ ગટરો છલકાતાં રોગચાડા નો ભય જોવા મળ્યો
અમોદ તાલુકામા દિવસે દિવસે કોરોના ના કેસ નો આંકડો વધી રહ્યો છે
આમોદ
રીપોટર – જાવેદ મલેક
અમોદ તાલુકામા દિવસે દિવસે કોરોના ના કેસ વધે છે જ્યારે બીજી બાજુ કોરોના ના ભય ની સાથે સાથે આમોદ નગરના વેપારીઓ માં ભૂગર્ભ ગટરો છલકાતાં તેનો પણ ભય જોવા મળ્યો હતો. આમોદ નગરપાલિકા ઘ્વારા વરસાદી વાતાવરણ માં કામગીરી હાથ ન ધરાતાં આમોદ મેનબઝાર માં વરસાદી પાણી તો નહીં પણ કોરોના થી પણ ખતરનાક બીમારી અને રોગચાળો ફેલાઈ તેવી ભૂગર્ભ ગટર માંથી ગંદી વાસ આવી રહી છે. જેને જોતા આમોદ નગરના વેપારીઓ ને ધંધો કરવા મોટી હાલાકી વેઠવી પડે છે.આમોદ નગરના કેટલાક વેપારીઓ ને પૂછતાં જાણવા મળ્યું છે કે આ ગટરો માંથી નિકરણતા ગંદા પાણી થી આમ જનતા અમારી દુકાન પર આવતી નહિ.અને આ બમ્પ ગટર પાસે મુકવાથી ગટર ના ગંદા પાણી નું તણાવ અહિયાં જ ભરાય જાય છે. અને ભૂગર્ભ ગટર છે જેમાં સોચાલય ની ગંદકી આવે છે જેમાં કોરોના થી ગંભીર બીમારી ફેલાઈ શકે છે. આમોદ નગરપાલિકા ના સભ્યો અને સ્ટાફ ના લોકો પણ આ જ રસ્તા પર થી આવ જાવ કરતા હોય છે છતાંય આ જાડી ચામડી વારા ઓ નું આમોદ ની જનતા માટે લોકો ના ધંધા માટે પેટ નું પાણી કેમ હલતું નહિ ?