રક્તદાન મહાદાન: જામનગરના દડીયા ગામે બ્લડ ડોનેશન કેમ્પ કરી સ્વર્ગસ્થને અર્પણ કરવામાં આવી અનોખી શ્રદ્ધાંજલિ.
Anil Makwana

જીએનએ જામનગર
કોઈ પણ સ્વજન મોક્ષ પામે ત્યારે સ્વર્ગસ્થની આત્માને શાંતિ મળે તે હેતુ પ્રાર્થના, યજ્ઞ, બેસણું સભા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. પરંતુ તેમના થકી સમાજના લોકો માટે જો કોઈ ઉપયોગી સેવાભાવી કાર્ય થાય તો તે ખરેખર અન્ય જરૂરિયાતમંદ લોકો માટે જીવ અર્પણ કરવો સમાન બની રહે છે….
વાત કરીએ જામનગર તાલુકાના દડીયા ગામે સવર્ગસ્થ જયાબેનના કારજની…
સ્વ. જયાબહેનના કરાજમાં મૃત્યુ ભોજ બંધ રાખીને સમાજમાં એક નવી પહેલ કરતા રક્તદાન કેમ્પનું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી એક અનેરો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. જેમાં આયોજક તરીકે મુન્નાભાઈ મૈઢ તેમજ નિમેશભાઈ લૈયા અને કરશનભાઇ જાટીયા દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. રક્તદાન કેમ્પ દરમ્યાન એકત્ર કરવામાં આવેલ રક્ત જામનગરની જી જી હોસ્પિટલ ખાતે જમા કરાવવામાં આવ્યું હતું જેથી જરૂરિયાત મંદ લોકોને નવજીવન મળી રહે. આવા અનેરા કાર્યક્રમનું આયોજન કરી શ્રદ્ધાંજલિ પાઠવી સમાજના લોકો માટે સેવાભાવી કાર્ય દ્વારા લોહીની જરૂરિયાત ધરાવતા લોકોને જીવન અર્પણ કરે તેનાથી મોટું સેવાકાર્ય થકી શ્રદ્ધાંજલિ સાચા અર્થમાં સ્વર્ગસ્થની આતમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ છે..