गुजरात

કરછ જીલ્લાને નર્મદાના વધારાના એક મિલીયન એકર ફૂટ પાણીના સંગ્રહ વહેંચણી , અને વપરાશ માટેના આયોજનના ભાગ રૂપે ૪૩૬૯.૨૫ કરોડ રૂપીયાની ફ્ક્ત વહીવટી મંજુરી આપી પુરતી રકમ બજેટમાં ન સમાવી સમગ્ર કરછની પ્રજા પ્રત્યે દ્રોહ(અન્યાય) થતો હોઈ તે બાબતે રાપર ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ની રાજયપાલ સહિત મુખ્યમંત્રી સમક્ષ રજુઆત

રાપર કચ્છ

રિપોર્ટર કાંતિલાલ સોલંકી

કરછ જીલ્લાને રાજય સરકાર દ્વારા નર્મદા બાબતે વારંવાર કરાતા અન્યાય સામેની લડતમાં સહભાગી થવા તથા સદર બાબતે વારંવાર કરછને અપાતા લોલીપોપ સામે આપના માધ્યમ થી સમગ્ર કરછની જનતાને ન્યાય અપાવવા જરૂરી મદદ કરવા વિનમ્ર અપીલ.

 

પે.હે.લા :- વર્ષ ૨૦૦૬માં સૌરાષ્ટ્ર ,ઉત્તર ગુજરાત અને કરછ એમ ત્રણ જેટલા વિસ્તરોમા વધારાના પાણી માટે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કામો પણ પૂર્ણ થઈ ગયા જ્યારે સમગ્ર કરછને દસ વર્ષ જેટલા લાંબા સમય બાદ પણ ફક્ત વહીવટી મંજૂરી જ આપી , બજેટમાં ન સમાવી કરછની પ્રજાને વધુ એક લોલીપોપ શા માટે આપ્યો ? માન.મુખ્યમંત્રીશ્રી આ બાબતે ખુલાસો કરે : સંતોકબેન ભચુભાઈ આરેઠીયા (ધારાસભ્યશ્રી રાપર)

 

રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્યશ્રી મતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ મહામહિમ રાજયપાલશ્રી ગુજરાત રાજય તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા માન.ઋષિકેશભાઈ પટેલ માન.મંત્રીશ્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તથા માન.જીતુભાઈ ચૌધરી માન.મંત્રીશ્રી નર્મદા જળ સંપતિ વિભાગ ગુજરાત રાજય તથા માન.કનુભાઈ દેસાઇ નાણા મંત્રીશ્રી ગુજરાત રાજય તથા માન.રાઘવજીભાઈ પટેલ માન.કૃષિમંત્રીશ્રી ગુજરાત રાજય તથા વિપક્ષી નેતા સુખરામ રાઠવા સહિત ચેરમેનશ્રી સરદાર સરોવર નર્મદા નિગમ લીમિટેડ તથા માન.મુખ્ય સચિવશ્રી ગુજરાત સરકાર તથા મુખ્ય સચિવશ્રી કૃષિ વિભાગ સમક્ષ રજુઆત કરતાં જણાવ્યુ કે કરછ જીલ્લો ખેતી ઉપર આધારિત તથા સરહદી હોઈ સરહદના ગામો સુધી પાણી પહોચાડવું અતિ આવશ્યક તેમજ જરૂરી છે તેમજ ભારતીય કિશાન સંઘના પ્રતિનિધિ મંડળે સરહદી ગામોનો પ્રવાસ કરેલ હોઈ ત્યારે લોકો પાણીના અભાવે હિજરત કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે.સુરક્ષાની દ્રષ્ટિએ આ બાબત અતિ ગંભીર હોઈ તાત્કાલિક છેવાડાના ગામોમાં પાણી નહી પહોચાડાય તો સરહદી ગામો પણ ખાલી થઈ જશે. કરછને નર્મદાનાં (હક્કના) વધારાના એક મીલિયન એકર ફૂટ પાણી ફાળવવા માટે અનેક વખત રજુઆતો કરાઇ હતી તેમજ કોઈ પણ રજૂઆતને સરકારશ્રી એ ગંભીરતાથી ધ્યાને લીધી ન હતી નર્મદાના નીર એ સમગ્ર કરછ માટે ભારે સંવેદનશીલ છે.સિંચાઇની કેનાલ દાયકાઓ પછી પણ પરિપૂર્ણ થઈ શકી નથી.ચોમાસા દરમિયાન સમૂદ્રમાં વહી જતી જળરાશી માંથી એક-એક મિલિયન એકર ફિટ પાણી કરછ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને ફાળવવાની જાહેરાતને વર્ષોના વહાણા વીતી ગયા તે પછી સૌરાષ્ટ્રને “ સૌની “ યોજના હેઠળ અબજો રૂપીયાના ખર્ચે વધારાના પાણી પહોચતા થઈ ગયા છે.ભર ઉનાળે કરછના જળાશયોમાં ટીપુએ પાણી ના હોય અને રાજકોટ નો આજી ડેમ કે અમદાવાદની સાબરમતી નદીમાં જળરાશિ લહેરાતી હોય આ દ્રશ્યો કરછ પ્રત્યેનો સરકારનો અન્યાય દર્શાવે છે અને સમગ્ર કરછીઓને પીડા આપે છે.સાથે કરછના સત્તા પક્ષના જનપ્રતિનિધિઓ ની લાચારી અને નિષ્ફળતા પ્રત્યે રોષ જન્માવે છે તો કરછની પ્રજાએ સત્તા પક્ષને ખોબલે ખોબલે મતો આપી એવો તે શું ગુનો કર્યો કે જેનું પરીણામ આજ દિન સુધી ભોગવી રહ્યા છે? હા કરછમાં આવીને અથવા ગાંધીનગરમાં મીઠી જબાનોમાં ખાતરીઑ પણ ઘણી અપાણી , મોટી મોટી જાહેરાતો પણ ઘણી થઈ પરંતુ અમલવારીના નામે મીંડું જ જોવા મળે છે.ગયા વર્ષે જુલાઇ-૨૦૨૧ માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરછ માટેના વધારાના પાણીની મહત્વકાંક્ષી યોજના અન્વયેના કામો માટે સૈદ્ધાંતિક મંજુરી બાબતે જાહેરાત કરી હતી.જે જાહેરાત અંગેની ચકાસણી કરતાં તે બાબતની જ જાહેરાત અગાઉ ૧૫ વર્ષ પેહલા રાજયના તે સમયમાં મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા કરાઇ જ ગયેલ હતી અને કોઈ કાર્યવાહી થયેલ ન હતી તેમજ જે બાબતે રજૂઆત કરતાં જાણવા મળ્યું કે ખરેખર વહીવટી મંજુરીની જરૂરિયાત હતી તો બે મહિના જેટલા સમય ગાળામાં આપવામાં આવશે તેવી હૈયા ધારણા આપવામાં આવી હતી પરંતુ તે વચન પાળે તે પેહલા જ આખી સરકાર બદલાઈ ગઈ અને કરછનો મામલો અધ્ધરતાલ રહી ગયો ત્યારબાદની વારંવાર ની રજૂઆતો અંતે પણ કાર્યવાહી ન થતાં જેથી કરી સમગ્ર કરછના ખેડુતો સહિત વિવિધ સમાજો , સંસ્થાઓ , ટ્રસ્ટો , પાંજરાપોળ , ગૌશાળાઓ , તેમજ સરપંચશ્રીઓ તથા આમ પ્રજાજનો ને ગત જાન્યુઆરી-૨૦૨૨ માં રસ્તા ઉપર ઉતરવાની ફરજ પડી હતી જેથી સરકારશ્રી ની આંખ ઉઘડી હતી તો સરકારશ્રી એ દોઢ દાયકા બાદ જે કરછને હક્કનું નર્મદાનું વધારાનું એક મિલીયન એકર ફૂટ પાણીના જુદા જુદા કામો જેવા કે (૧) સારણ જળાશય પાઇપલાઇન યોજના માટે રૂ.૭૪૯.૯૨ કરોડ (૨) ટપ્પર ડેમ થી માંડવી તાલુકાની દરશડી નાની સિંચાઇ (સર્ધન લિંક) તથા જમારા ડેમ સુધીની પાઇપલાઇન યોજના માટે રૂ.૨૦૯૩.૧૨ કરોડ તથા (૩) ટપ્પર ડેમ થી નિરોણા ડેમ સુધીની પાઇપલાઇન યોજના માટે રૂ.૧૫૨૬.૨૧ કરોડ એમ મળી ટોટલ રૂ.૪૩૬૯.૨૫ કરોડના કામો માટે વહીવટી મંજુરી રાજય સરકારના નર્મદા , જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળના ઠરાવ ક્રમાંક :- નસય-૧૦-૨૦૦૪-૩૪-૩૫૯-(૧૦)-પાર્ટ ૧-આઈ થી તારીખ ૧૮/૦૧/૨૦૨૨ ના રોજ આપવામાં આવી હતી. ખેડુતોની વર્ષો જુની માંગણીઓ પણ ધીરજ ખૂટયા (રસ્તાઓ ઉપર ઉતર્યા) પછી પણ અંતે ફ્ક્ત વહીવટી મંજુરી જ આપી છતાં સમગ્ર બાબતે સમગ્ર કરછના ભારતીય જનતા પાર્ટી દ્વારા ખુબજ બહોળા પ્રમાણમાં પ્રચાર કરી વાહવાહી કરવામાં આવી હતી.જ્યારે વર્ષ ૨૦૦૬ માં કરછ , સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત એમ ત્રણ જેટલા વિસ્તારોમાં વધારાના પાણી માટે સૈદ્ધાંતિક મંજુરી અપાઇ હતી તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના તો કામો પણ પુરા થઇ ગયા જ્યારે સમગ્ર કરછને ૧૦ વર્ષ જેટલા લાંબા સમય બાદ પણ ફકત હજુ વહીવટી મંજુરી જ આપી શા માટે કરછની પ્રજા પ્રત્યે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમજ વધુમાં જણાવવાનું કે જ્યારે સમગ્ર રાજયને નર્મદા અંગેના ડેમ સમયે રાજયના ભાગે ૧૦ થી ૧૨ ટકા જેટલા જ નીર ફાળવાયા હતા ત્યારે પણ કરછ સુકો વિસ્તાર છે ત્યાં સુધી પાણી પહોચાળવા ના હેતુસર કરછના નામે ૨૫ ટકા જેટલું એડિશનલ ભાગ રૂપે પાણી ઉમેરો દર્શાવી ૩૦ થી ૩૫ ટકા જેટલું પાણી પણ રાજયને કરછના નામે મળ્યું તું ત્યારે આજ દિન સુધી કરછ જેવા સુકા વિસ્તારમાં નર્મદાના વધારાના એક મિલિયન ફૂટ

 

પાણી ન પહોચાળી સરકાર શા માટે સમગ્ર કરછની જનતાને મુખ્ય બનાવે છે ? તેમજ કરછ મુખ્ય શાખા નહેર ૩૫૭ કી.મી લંબાઇ ધરાવે છે તેમાંથી ૩૪૯ કિમીના કામો થયા તેમજ ૮ કી.મી ના કામો બાકી છે.બનાસકાંઠા થી આવતી મુખ્ય નહેર હજુ મોડકુબા સુધી બની જ નથી.સદર કામગીરી માટે ફળાઉ ઝાડના સંપાદનમાં રૂ.૨.૫૦ કરોડ ચુકવવા અંગે પણ હુકમો થવા છતાં હજુ ચૂકવાયાં નથી આમ અધુરી કામગીરી તાત્કાલિક કરવામાં પણ શા માટે અન્યાય થઇ રહ્યો છે.ગત જાન્યુઆરી-૨૦૨૧ ની હક્કના વધારાના નર્મદાના એક મિલિયન ફૂટ પાણી ફાળવવાની લડાઇ સંદર્ભે રાજય સરકારે રૂ.૪૩૬૯.૨૫ કરોડ ના કામોને વહીવટી મંજુરી આપવામાં આવી તો પછી બજેટમાં ફકત રૂ.૨૭૨ કરોડ એટલે કે વહીવટી મંજુરીના માત્રને માત્ર (૬ ટકા) રકમ જ ફાળવીને કરછના ખેડુતો સહિત આમ પ્રજા સાથે શા માટે દ્રોહ (અન્યાય) કરવામાં આવ્યો આમ આવી રીતે તો આગામી ૨૫ વર્ષ સુધી પણ નર્મદાના કામો પુરી થાય તેવી કોઈ શક્યતા દેખાઇ રહી નથી તેમજ કરછની ખમીરવંતી પ્રજાએ કરછ માંથી ૫ જેટલા સત્તા પક્ષના ધારાસભ્યશ્રીઓ ને ચૂંટાઇ ને વિધાનસભાના દ્વારે મોકલેલ હોવા છતાં છેલ્લા ૧૦ વર્ષ થી તો નર્મદાના નામે છેતરવામાં આવી રહ્યા છે તો વધુ એક વાર પણ આવો અન્યાય શા માટે ? આમ કરછ જીલ્લામાં ભૂગર્ભ તળિયે પણ પાણી ખુટવા લાગ્યા છે તેમજ વરસાદ પણ સાવ અનિયમિત છે અને એક પણ બારમાસી નદી નથી.કરછની ખેતી સમૃધ્દ બનશે તોજ સીમાવતી ઇલાકા જીવંત રહી શકશે.ધરતીના તળમાં સચવાયેલું પાણી ઉલેચાતા એક તબક્કે દોઢસો થી બસ્સો ફૂટે મળતા પાણી ૭૦૦ ફૂટ ઉંડા ઉતરી ગયા છે અને ટી.ડી.એસ ૫૦૦ થી વધીને ૧૭૦૦ થી ૧૮૦૦ થઇ ગયો છે.જેનાથી મોટી ચિંતા જોવા મળી રહી છે.

 

આમ આગામી ટુંક સમયમાં વહીવટી મંજુરી મુજબના નાણાં ફાળવવામાં બાબતે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર જીલ્લાના ખેડુતો , સંસ્થાઓ , ટ્રસ્ટો , વિવિધ વર્ગો સહિત આમ પ્રજાને સાથે રાખી કરછ થી ગાંધીનગર સુધી જરૂર જણાયે દિલ્લી સુધી ઉગ્ર થી અતિઉગ્ર આંદોલન કરછની પ્રજાના હક્કના વધારાના એક મિલિયન ફિટ નર્મદાના કામો માટે કરવામાં આવશે તેમજ ઉક્ત સમગ્ર મામલે કરછને શા કારણે અન્યાય કરવામાં આવ્યો તે બાબતે રાજય સરકાર ખુલાશો કરે તેવી ઉગ્ર માંગ રાપર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ કરી હતી.

Related Articles

Back to top button