गुजरात

ખુન,ખુનની કોશિશ,રાયોટીંગ, એટ્રોસીટી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન રદ કરાવતી લાકડીયા પોલીસ

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર રમેશ મકવાણા

મે.પોલીસ મહાનિરિક્ષક સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ અને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓએ શરીર સબંધી ગંભીર ગુનાના આરોપીઓ વિરૂધ્ધ એકથી વધારે ગુનાઓ દાખલ થયેલ હોય અને આરોપીઓ નામદાર કોર્ટમાંથી શરતી જામીન પર મુક્ત થયેલ હોય જેમાં ગંભીર ગુનાના આરોપીઓએ નામદાર કોર્ટના જામીન હુકમોની શરતોનો ભંગ કરેલ હોય તેવા આરોપીઓના જામીન રદ કરાવવા સારુ આપેલ સુચના અન્વયે પોલીસ ઈસ્પેક્ટર લાકડીયાનાઓએ અત્રેના લાકડીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુના નં.૧૧૯૯૩૦૧૧૨૩૦૦૧૮/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૧૪૩,૧૪૪,૧૪૯,૩૮૭, ૪૪૭,૫૦૬ (૨) તથા એટ્રોસીટી એક્ટની કલમ-૩(૧)એફ.૩(૧)(આર), ૩(૨) (૫-એ) મુજબના કામેના આરોપી કાજાભાઈ અમરાભાઈ રબારી રહે.શિકારપુર તા.ભચાઉ કચ્છવાળા વિરૂધ્ધ ગુનો દાખલ થવા પામેલ અને સદર ગુના સબબ આરોપી નામદાર સેસન્શ કોર્ટ ભચાઉ ખાતેથી શરતીજામીન ઉપર મુક્ત થયેલ અને નામદાર કોર્ટે મજકુર આરોપીને અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિઓમાં સંડોવાવુ નહી તેમજ અન્ય શરતોને આધીન જામીન મુક્ત કરેલ ત્યારબાદ જામીન મુક્ત થયા પછી પણ આરોપી લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૦૧૪૭/૨૦૨૩ ઈ.પી.કો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૩૨૩,૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ-૧૩૫ મુજબના ગુનામાં સંડોવાયેલ હોય તેને લાકડીયા પોલીસ સ્ટેશનમાં સદર ગુના કામે અટક કરવામાં આવેલ જેમાં પણ આરોપી શરતી જામીન ઉપર મુક્ત થયેલ અને આ સિવાય અગાઉ પણ મજકુર આરોપી વિરૂધ્ધ સામખીયાળી પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિશનો ગુનો દાખલ થયેલ હોય જેથી મજકુર આરોપીએ નામદાર કોર્ટની શરતોનો ભંગ કરેલ હોય આરોપીના જામીન દર થવા સારુ નામદાર સેસન્શ કોર્ટ ભચાઉ ખાતે ફો. ૫.અરજી નં.૧૮૨/૨૦૨૪ વાળી અરજી દાખલ કરતા નામદાર કોર્ટે અરજીમાં જણાવેલ મુદાઓને ગ્રાહ્ય રાખી આરોપીના જામીન રદ કરતો હુકમ કરેલ અને મજકુર આરોપી સામખીયાળી પોલીસ સ્ટેશનમા તાજેતરમા દાખલ થયેલ ખુનના ગુનામાં પણ નાસતો-ફરતો હોય જેથી આરોપીને ઝડપી પાડવા આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

જામીન રદ થયેલ આરોપીનુ નામ

કાજાભાઈ અમરાભાઈ રબારી રહે.શિકારપુર તા.ભચાઉ કચ્છ

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

(૧) સામખીયાળી પોલીસ સ્ટેશન ગુના નં.૧૧૯૯૩૦૦૧૨૨૦૩૯૫/૨૦૨૨

ઈ.પી.કો કલમ-૩૦૭,૩૨૩,૩૨૪,૩૨૫,૧૪૩,૧૪૪,૧૪૯ તથા જી.પી. એક્ટ-૧૩૫

(૨) લાકડીયા પોલીસ સ્ટેશન ગુના નં.૧૧૯૯૩૦૧૧૨૩૦૦૧૮/૨૦૨૩

ઈ.પી.કો કલમ-૧૪૩,૧૪૪,૧૪૯,૩૮૭,૪૪૭,૫૦૬(૨),એટ્રોસીટી એક્ટની કલમ-૩(૧)એફ. ૩(૧)(આર),૩(૨) (૫-એ)

(૩) લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૦૧૪૭/૨૦૨૩

ઈ.પી.કો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૩૨૩,૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ-૧૩૫

(૪) સામખીયાળી પોલીસ સ્ટેશન ગુના નં.૧૧૯૯૩૦૦૧૨૪૦૧૫૫/૨૦૨૪ઈ.પી.કો કલમ-૩૦૨૩૦૭,૩૨૫,૩૨૪,૨૯૪(ખ),૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦(બી),૩૪ તથા આર્મ્સ એક્ટનીકલમ-૨૫(૧-બી)એ,૨૭ તથા એટ્રોસીટી એક્ટની કલમ- ૩(૧)(આર),૩(૧)(એસ),૩(૨) (૫-એ),૩(૨)(૫) અને જી.પી.એક્ટ-૧૩૫ મુજબ (પકડવાનો બાકી)

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર તથા લાકડીયા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

(૩) લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૦૧૪૭/૨૦૨૩

ઈ.પી.કો કલમ-૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૩૨૩,૨૯૪(ખ) તથા જી.પી.એક્ટ-૧૩૫

(૪) સામખીયાળી પોલીસ સ્ટેશન ગુના નં.૧૧૯૯૩૦૦૧૨૪૦૧૫૫/૨૦૨૪

ઈ.પી.કો કલમ-૩૦૨૩૦૭,૩૨૫,૩૨૪,૨૯૪(ખ),૫૦૬(૨),૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦(બી),૩૪ તથા આર્મ્સ એક્ટની કલમ-૨૫(૧-બી)એ,૨૭ તથા એટ્રોસીટી એક્ટની કલમ- ૩(૧)(આર),૩(૧)(એસ),૩(૨) (૫-એ),૩(૨)(૫) અને જી.પી.એક્ટ-૧૩૫ મુજબ (પકડવાનો બાકી)

આ કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર તથા લાકડીયા પોલીસ દ્વારા કરવામાં આવેલ છે.

Related Articles

Back to top button