गुजरात

કચ્છ,પાટણ,બનાસકાંઠા,મો૨બી તથા સુરેન્દ્રનગર જીલ્લામાંથી હદપાર કરેલ ઇસમે હુકમ ભંગ કરનાર ને પકડી પાડતી બાલાસર પોલીસ

રાપર કચ્છ

રિપોર્ટર રમેશભાઈ મકવાણા

તા.૨૬/૦૫/૨૦૨૪

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ,બોર્ડર રેન્જ,ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ,ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં શરીર સબંધી તથા પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા ઇસમો ૫૨ રોક લગાવવા અને જરૂરી અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય જેથી નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેકટર વી.એ.ઝા દ્વારા અવારનવાર પ્રોહીબીશન તથા શરીર સબંધી ગુના આચરતા નીચે જણાવ્યા મુજબના માથાભારે ઈસમ વિરુધ્ધ હદપારી દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી ભચાઉનાઓ દ્વારા હદપારી દરખાસ્ત મંજુર ૨ાખી કચ્છ જીલ્લો તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ બનાસકાંઠા, પાટણ,મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લામાંથી એક વર્ષ માટે હદપાર કરવા હુકમ કરેલ. જેથી મજકુર ઇસમ ભોજાભાઈ માધાભાઈ ભટ્ટી રહે. રાસાજી ગઢડા તા.રા૫૨ કચ્છ વાળાને હુકમની બજવણી કરી હદપાર કરવામાં આવેલ હતો અને મળેલ બાતમી હકીકત આધારે મજકુર ઇસમ ભોજાભાઈ માધાભાઈ ભટ્ટી પોતાના રહેણાંક મકાને આવેલ હોય તેના રહેણાંક મકાનેથી પકડી પાડી તેને હદપારી હુકમનો ભંગ કરેલ હોય. જેથી તેના વિરુધ્ધ બાલાસર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

આરોપીનું નામ

(૧) ભોજાભાઈ માધાભાઈ ભટ્ટી રહે. રાસાજી ગઢડા તા.રાપર કચ્છ

આ કામગીરી પોલીસ સબ ઇન્સપેક્ટર વી.એ.ઝા બાલાસર તથા બાલાસર પોલીસ સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે

Related Articles

Back to top button