गुजरात

ભાજપના રાજ માં, ડ્રગ્સ માફિયા મોજ માં – ભરતભાઈ વી. સોલંકી

ગાંધીધામ કચ્છ

રિપોર્ટર રમેશ ભાઈ મકવાણા

સરકારી એજન્સીઓ જે બાજ નજર વિપક્ષો પર રાખે છે તેની જ્ગ્યાએ દેશમાં થઈ રહેલ આવી ગતિવિધિઓ પર નજર રાખે – ભરતભાઈ વી. સોલંકી.

– સરકારની રહેમ હેઠળ ડ્રગ્સ માફીયાઓ બેફામ બન્યા છે.- યજુવેન્દ્રસિંહ જાડેજા

 

– ભાજપ સરકારની રહેમ હેઠળ ડ્રગ્સ માફિયાઓ દ્વારા વારંવાર ગુજરાતમાં ડ્રગ્સની હેરફેર કરવામાં આવે છે, જેનાથી સીધું નુકશાન ગુજરાતનાં યુવાધનને થાય છે. દેશની સરકારી એજન્સીઓ જેમ વિપક્ષ પર બાજ નઝર રાખીને બેઠી છે તેવી નઝર જો ડ્રગ્સ માફિયા પર રાખે તો દેશમાં વધતું ડ્રગનું દૂષણ અટકાવી શકાય છે.

– કચ્છ જિલ્લો એ સમગ્ર દેશના ડ્રગ્સનું લેન્ડિંગ હબ બન્યું છે. સરકારી આંકડાઓ જોઇએ તો સમગ્ર દેશમાં ડ્રગ્સ સૌથી વધુ કચ્છ માથી પકડવામાં આવે છે. ડ્રગ્સ અને બીજા માદક દ્રવ્યો જે સમાજની ભાવિ પેઢીને અતિ નુકશાનકારક છે. ગુજરાતમાં સૌથી વધુ ડ્રગ્સ અને અન્ય માફક દ્રવ્યો કચ્છની વિભિન્ન બોર્ડર વિસ્તાર થી આવી રહ્યા છે અને ગુજરાતના અલગ અલગ જગ્યાએ વેચાઈ રહ્યા છે ત્યારે ૧૫૬ના મદમાં ઘેલી બનેલી ભાજપ સરકાર ગુજરાતના યુવાઓના ભવિષ્ય સાથે ચેડાં કરવાનું બંધ કરી જવાબદાર સામે યોગ્ય પગલાં લેવા તેવી માગણી સાથે આજરોજ કચ્છ જિલ્લાના ભુજ ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ કચ્છ જીલ્લા કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સાથે ધારણા પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Related Articles

Back to top button