गुजरात

રાજ્યમાં મેડિકલ પ્રવેશના વિવાદને લઈને હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય, જાણો

રાજ્યમાં મેડિકલ પ્રવેશના વિવાદને લઈ હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ વર્ષથી રાજ્યમાં ધોરણ 10 અને 12 કરનારને જ યુજી મેડિકલ સ્ટેટ ક્વોટામાં પ્રવેશ મળશે. સ્ટેટ ક્વોટાનો લાભ લેવા માટે ગુજરાતમાંથી જ ધોરણ 10 અને 12 પાસ કરેલું હોવું જરૂરી છે. પ્રવેશના નિયમોમાં કરેલા સુધારામાં વધુ કોઈ છૂટ સરકાર નહીં આપે તેવી સરકારની રજૂઆતને કોર્ટે માન્ય રાખી. મેરીટવાળા વિદ્યાર્થીઓ માટે સહાનુભૂતિ હોવાનું કોર્ટે જણાવ્યું. પણ નિયમને કાયદાની માન્યતા મળ્યા બાદ હસ્તક્ષેપ નહીં કરવાની વાત પણ કોર્ટે કરી. હાઈકોર્ટે એવી ટિપ્પણી પણ કરી કે, સરકારે ધાર્યું હોત તો છૂટ આપી શકતી. પણ સરકારે કઠોર વલણ રાખ્યું છે. વખતોવખત વિદ્યાર્થીઓને છૂટ અપાઈ છે. પરંતુ આ વર્ષથી કોઈ છૂટ સરકારે આપી નથી.

ગુજરાતમાં સ્કૂલો ચાલુ કરવા મુદ્દે શું લીધો મોટો નિર્ણય

રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે છેલ્લા ઘણા સમયથી સ્કૂલો બંધ છે. રાજ્યની શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ઓફલાઈન શિક્ષણ બંધ છે. રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી   5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે.    પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી તા.  5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી,  બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.   રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી  જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે.

Related Articles

Back to top button