યુવતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો! ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા કેળવી યુવતીને પડી ભારે
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર અજાણ્યા યુવક સાથે મિત્રતા કેળવવી ભારે પડી છે. આરોપીએ યુવતીનાં ન્યૂડ ફોટો અને વીડિયો મંગાવીને તેને વાયરલ કરવાની (viral) ધમકી આપતો અને વિકૃત આનંદ મેળવતો હતો. જો કે યુવતીએ કંટાળીને પોલીસ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે.
ટેકનોલોજીનો વ્યાપ વધતા લોકો મોટા પ્રમાણમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા તરફ પ્રેરાયા છે. જો કે સોશિયલ મીડિયાનો બેફામ રીતે ઉપયોગ ક્યારેક કોઈના માટે માથા નો દુખાવો બની જાય છે. અત્યાર સુધીમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે ત્યારે આવો જ વધુ એક બનાવ શહેરમાં એક યુવતી સાથે જોવા મળ્યો છે.
જેણે ઈન્સ્ટાગ્રામ પર ઊંઝાનાં જય મેવાડા સાથે ઓળખાણ થઈ અને મિત્રતા કેળવી. બાદમાં તેણે આ યુવતીનાં ન્યૂડ ફોટો મેળવી ને વાયરલ કરવાની ધમકી આપતો. જો કે યુવતી એ કંટાળી ને પોલીસ ને જાણ કરતા પોલીસ એ આરોપી ને ઝડપી લીધો છે.
આરોપી એ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક બનાવતી એકાઉન્ટ પણ બનાવ્યા હતા. જ્યારે તે અન્ય યુવતી ઓ પાસે પણ આવા ફોટો મંગવતો હોવાનુ સામે આવ્યું છે. પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે આરોપી એન્જિનિયર સુધીનો અભ્યાસ કરે છે. અને હાલ માં યું.કે.માં સ્ટુડન્ટ વિઝા પર અભ્યાસ કરે છે.