गुजरात

યુથ congress પ્રદેશ પ્રમુખ તરીકે વિશ્વનાથસિંહ વાઘેલા પદગ્રહણ સમારોહ, 13 નવા જિલ્લા અને શહેર પ્રમુખની નિમણૂક

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક નવા પરિવર્તન એંધાણ આવી રહ્યા છે. 13 નવા જિલ્લા અને શહેર પ્રમુખની કોંગ્રેસ પક્ષે નિમણૂક કરી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ યુથ પ્રમુખ તરીકે વિશ્વનાથસિંહ વાઘેલા આજે પદગ્રહણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રીય યુથ કોંગ્રેસ પ્રમુખે શ્રીનિવાસી સહિત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશના યુથ કોંગ્રેસમા નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર , વિપક્ષ નેતા સુખરામ રાઠવા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ અને પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી  હાજર હતા.

શક્તિસિંહ ગોહિલ રાજ્યસભા સાસંદ પણ હજાર હતા. ગુજરાત યુથ કોંગ્રેસના પુર્વ અધ્યક્ષોનું વિશ્વનાથ વાઘેલાએ સન્માન કર્યું હતુ . પરંતુ પુર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ ઇન્દ્રવિજય સિંહ ગોહિલ અને ગુલાબસિંહ રાજપુત ગેર હાજર આંખો ઉડી દેખાતી હતી. તેમજ ભરતસિંહ સોલંકી , સિધ્ધાર્થ પટેલ અને અર્જુન મોઢવાડીયા ગેર હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જણાવ્યુ હતુ કે જો કોંગ્રેસ યુવાઓનો યોગ્ય ઉપયોગ કરશે તો ભાજપ સરકારને ઉખાડી ફેંકીશું. આજે અહી બેઠક યુવા ધારશે તો 2022 માં 125 બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ કરી શકાશે. અંદરો અંદર ચૂંટણી લડીને આવ્યા છીએ ત્યારે હવે એક થવું પડશે.

આગામી સમયમાં એક વર્ષમાં અનેક યુવાઓને કોંગ્રેસમાં જોડીશું. ગુજરાત યુથ કોંગ્રેસ મુખ્યમંત્રી-રાજ્યપાલના નિવાસનો ઘેરાવો કેમ ના કરી શકે? હવે નક્કી કરીએ કે ભાજપ ના નેતાઓનો દર મહિને ઘેરાવો કરીએ. નોકરીઓ આપવામાં નિષ્ફળ રહેલ ભાજપના નેતાઓ માટે ગામ-મહોલ્લા માં 144 લગાવી દેવી જોઇએ.

વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ સંબોધન દરમિયાન બોલ્યા હતા કે નરેન્દ્ર મોદી કોરોના નામે લોકોને ડરાવે છે.. વેકિસન હોય તો તેમની ફોટા લાગે છે . આજે રંગા બિલ્લાએ દેશનું નખોદ કાઢી નાંખ્યું છે. ગુજરાતમાં ૨૦૨૨મા કોંગ્રેસ સરકાર આવશે. મોંઘવારી મુદ્દે બહેન હવે રણચંડી બનો તે જરૂરી છે. થાળી વેલણ હવે વગાડવાની જરૂર નથી. સરકાર સમક્ષ અવાજ ઉઠાવો જોઇએ.

Related Articles

Back to top button