गुजरात

અમદાવાદ: તરૂણીએ ન્યૂડ તસવીરો-વીડિયો Insta પર કર્યા અપલોડ, માતાપિતાને જાણ થતાં લાગ્યો આંચકો

અમદાવાદ: શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કોરોના મહામારીને કારણે હાલ શાળાનું શિક્ષણ ઓનલાઇન અને ઓફલાઇન ચાલી રહ્યું છે. ત્યારે તરૂણોનાં માતાપિતાને ખાસ ધ્યાને દોરવા જેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરમાં ઓનલાઇન અભ્યાસનાં બહાને એક સગીરાએ પોતાના પ્રાઇવેટ પાર્ટની તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. તેણે પોતાની કઝિનને પણ આવું કરવા જણાવ્યું હતું. જોકે, આ અંગે તેના માતાપિતાને જાણ થઇ ત્યારે તેમને આંચકો લાગ્યો હતો. તેમને દીકરીને સમજાવી પરંતુ તે માની નહીં જેથી તેમણે મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી. જે બાદ દીકરી માની હતી અને પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બંધ કરીને માતાપિતાની હાજરીમાં જ ઓનલાઇન અભ્યાસ કરવાનું શરૂ કર્યું હતું.

પોતાની ન્યૂડ તસવીરો અને વીડિયો બનાવીને અપલોડ કરતી હતી

આ અંગે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના મણિનગર વિસ્તારમાં 15 વર્ષની તરૂણીએ ઓનલાઇન અભ્યાસનાં બહાને સોશિયલ મીડિયાનો દૂર ઉપયોગ કરવાનો આંચકા સમાન કિસ્સો સામે આવ્યો છે. તરૂણી પાસે પોતાનો પર્સનલ મોબાઇલ છે. તે રૂમમાં અભ્યાસ કરવાની જગ્યાએ ફોનનો દુરુપયોગ શરૂ કર્યો હતો. સગીરા પોતાના રૂમમાં ગુપ્ત ભાગની તસવીરો પાડતી હતી. આ સાથે તેણે પોતાના ન્યૂડ વીડિયો પણ બનાવ્યા હતા. તેણે આ તસવીરો અને વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવાના શરૂ કર્યા હતા. જેની પર અનેક લોકોની ભદ્દી કોમેન્ટ પણ આવવા લાગી હતી. પરંતુ તરૂણીને આવું કરવાની એક મઝા આવતી હતી. તેણે આ વાત માસીની દીકરીને કહી હતી. તેણે કઝિનને પણ આવી તસવીરો અને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાનું કહ્યું હતું. જોકે, માસીની દીકરીએ આ બધી વાત પોતાના માતાપિતાને કહી હતી. જે બાદ આ અંગેની જાણ તરૂણીના માતા અને પિતાને પણ કરવામાં આવી હતી.

માતાપિતાને જોરદાર આંચકો લાગ્યો હતો

આ વાતની જાણ થતા જ તરૂણીના માતાપિતાને હાર્ટએટેક જેવો આંચકો લાગ્યો હતો. જે બાદ તેમણે સગીરાને ઘણી સમજાવી હતી. ઘરમાંથી બહાર કાઢી મૂકવાની પણ ધમકી આપી હતી. છોકરી થોડા દિવસ તો સમજી ગઇ પરંતુ થોડા દિવસો પછી ફરી પહેલાની હરકતો શરૂ કરી દીધી. જે બાદ આખરે કંટાળીને માતાપિતાએ મહિલા હેલ્પલાઇન અભયમ્ 181ની મદદ લીધી હતી.

જે બાદ, મહિલા હેલ્પલાઇનની ટીમે તરૂણીનું કાઉન્સેલિંગ કર્યું હતું. તેને સાયબર ક્રાઈમ અને ચાઈલ્ડ હેલ્પલાઇન વિશે માહિતી આપી હતી. માતા-પિતાએ તરૂણીને રાખવાની ના પાડી દીધી હતી. જેથી તેને ચિલ્ડ્રન હોમ્સ વિશે પણ જણાવ્યું હતું. જે બાદ તરૂણીને પોતે કરેલી હરકતો પર પસ્તાવો થયો હતો. તેણે પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું. તેણે માતાપિતાની હાજરીમાં જ મોબાઇલ વાપરશે તેવી બાંહેધરી આપી હતી.

Related Articles

Back to top button