गुजरात

અંબાલાલ પટેલની આગાહી: માર્ચમાં કાળઝાળ ગરમી-એપ્રિલમાં કરા સાથે વરસાદ, જાણો કયા વિસ્તાર થશે પ્રભાવિત

રાજ્યમાં હાલ તો બેવડી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. માર્ચ મહીનાથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ જશે. પરંતુ ઉનાળામાં વિપરીત હવામાન રહેવાની શકયતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી છે. જોકે, ફેબ્રુઆરીમાં 27થી 28માં દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં હિમ વર્ષા થશે. જેની અસર ગુજરાતમાં થશે. એટલે કે ઠંડા પવનને કારણે લઘુતમ તાપમાન ઘટશે અને રાત દરમિયાન ઠંડીનો અહેસાસ થશે.

માર્ચની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાશે

માર્ચ મહિનાની શરુઆતમાં ઠંડા પવન ફૂંકાશે પરંતુ મહત્તમ તાપમાન યથાવત રહશે. અમદાવાદ, વડોદરા,સુરત,રાજકોટ, ભુજ,ડીસા અને નલિયામાં 14થી 15 માર્ચ બાદ તાપમાન વધશે.15 માર્ચ બાદ કેટલાક ભાગમાં 41થી 42 તાપમાન રહેવાની સંભાવના છે.

એપ્રિલ મહિનામાં પડશે કરા

સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં તો ગુજરાતમાં અગન વર્ષા થાય છે. મહત્તમ તાપમાન ઊંચું જવાના કારણે લોકો કાળઝાળ ગરમીનો અહેસાસ કરતા હોય છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, એપ્રિલ મહિનામાં દેશના કેટલા ભાગમાં કરા સાથે વરસાદ પડવાની શક્યતા છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થાય. તેમજ ગલ્ફ તરફથી આંધી ભર્યા પવન ફૂંકાય. જેના કારણે ઉત્તર ગુજરાત, રાજસ્થાનના કેટલાક ભાગે ધુળિયું વાતાવરણ રહશે.

મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, મે મહિનામાં તાપમાન 45 ડિગ્રી રહેશે અને ઘણા ભાગોમાં રેકોડ બ્રેક ગરમી પડશે. પરંતુ મેં મહિનામાં પ્રિ મોન્સૂન ગતિવિધિઓ વધશે અને તેની અસર ચોમાસાના વરસાદ પર પડશે.અમદાવાદ, ડીસા,વડોદરા,દાહોદ,ઇડર,સુરત,ભાવનગર, ભુજ,નલિયા,પોરબંદર, રાજકોટ, જૂનાગઢના વિસ્તારોમાં આકરી ગરમી પડશે.તેમજ રાજસ્થાનના અનેક ભાગોમાં આગ ઓકતી ગરમી પડી શકે છે. જેની અસર ગુજરાતના તાપમાન પર થશે.એટલે ઉનાળામાં પણ વાતાવરણ વિપરીત રહેવાના શકયતા છે.

Related Articles

Back to top button