दुनिया
ઇસ્લામાબાદની શિયાઓની મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 69 લોકોનાં મોત


– આતંકીઓએ શુક્રવારની નમાઝ સમયે શિયાઓને નિશાન બનાવ્યા
– હુમલામાં 170થી વધુ શિયા મુસ્લિમો ઘાયલ, અનેક મદદ માટે તડપતા રહ્યા પણ તંત્રએ સમયસર ધ્યાન ના આપ્યું
– મસ્જિદની દિવાલો પર મૃતકોના લોહીના ડાઘ, ઠેરઠેર મૃતદેહો અને કાટમાળની તસવીરો, વીડિયો વાયરલ
ઇસ્લામાબાદ : પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં શિયાઓની મસ્જિદ પર આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, શિયા બહુમત વિસ્તારને નિશાન બનાવીને કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં ૬૯ લોકો માર્યા ગયા છે જ્યારે ૧૭૦થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. શુક્રવારની નમાઝ પઢી રહેલા શિયા મુસ્લિમોને મારી નાખવાના ઇરાદાથી આ હુમલો કરવામાં આવ્યો હતો.



