दुनिया

જી-7 મીટ પછી ફ્રાંસમાં ઇમરજન્સી જેવી સ્થિતિ લોકોને ઘરમાં રહેવા કહેવાયું : આઉટડોર ગેઈમ્સ બંધ | France declares state of emergency after G7 meet asks people to stay home: Outdoor games closed



ઉષ્ણતામાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી જતાં ઐતિહાસિક એફીલ ટાવર સહિત ઠેર ઠેર કુલિંગ સ્ટેશન મૂકવામાં આવ્યા

પેરિસ: સમગ્ર યુરોપમાં પ્રચંડ ગરમીનું મોજું ફરીવળ્યું છે. ફ્રાંસ પણ તે પૈકીનો એક દેશ છે. ખેદની વાત એ છે કે જી-૭, શિખર પરિષદ પૂરી થયા પછી ફ્રાંસને આ હીટવેવને દેશના ત્રીજા ભાગના વિચારો તો ૪૦ ડીગ્રી સેલ્સીયસ જેટલી અત્યંત ગરમીમાં શેકાઈ રહ્યું છે.

આ અત્યંત ગરમીને લીધે ફ્રાંસની સરકારે આશરે દેશના એક તૃતીયાંશ ભાગમાં તો રેડ-એલર્ટ જાહેર કર્યો છે. સરકારને વધુમાં ચિંતા તે છે કે અતિશય ગરમીને પરિણામે જંગલોમાં ક્યાંક આગ ન લાગે. તેથી તેણે લાઈ-બંબાઓ અને સેનાને હાઈ એલર્ટ પર મુકી દીધા છે. કેટલીયે આઉટ ડોર રમતો બંધ રાખવામાં આવી છે. દારૂનાં વેચાણ અને જાહેરમાં દારૂ પીવા ઉપર પણ મર્યાદાઓ મુકવામાં આવી છે. જેથી મેડીકલ ટીમ્સ ઈમર્જન્સી કેસો ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.

હવામાન ખાતાના અધિકારીઓએ તો રવિવારે જ જાહેર કરી દીધું હતું કે સોમવારે આથી પણ વધુ ગરમી પડવા સંભવ છે. પેરીસ સહીત મહત્વનાં શહેરોમાં કૂલિંગ સ્ટેશન્સ મુકવામાં આવ્યાં છે. તેમાંથી પાણીનાં ફોરા ઉડતા રહે છે તેમજ ઝાકળ પથરાતી રહે છે. આવી વ્યવસ્થા ફ્રાંસનાં સ્મૃતિ ચિન્હ સમાન પેરિસના એફીલ ટાવર ઉપર સવિશેષ ગોઠવવામાં આવી છે. જેથી તે જોવા જનારા સહેલાણીઓને તથા જાહેર જનતાને તકલીફ ન પડે.

સહજ છે કે દરેક ઘરોમાં એરકન્ડીશનીંગ સીસ્ટમ હોય નહીં. તેથી ગરમી સામે વ્યાપક એર કૂલર્સ જેવાં સાધનો વાપરવા તેમજ પંખાઓનો ઉપયોગ કરવો અનુરૂપ રહેશે તેમ પણ એડવાઈઝરીમાં કહેવાયું છે.

આ એડવાઈઝરીમાં લોકોને બપોરના ગાળામાં તો બહાર જવાની ના જ કહેવામાં આવી છે. તેમાંયે બાળકો અને વૃદ્ધોને તો ખાસ સૂચના અપાઈ છે. આ હીટવેવે ૨૦૦૩નાં હીટવેવની યાદ આપી દીધી છે. જેમાં ૧૫,૦૦૦ જેટલા મોટી ઉંમરના લોકો મૃત્યુ પામ્યા હતા. આ હીટવેવને લીધે દર વર્ષે યોજાનારા મ્યુઝિક ફેસ્ટીવલ ઉપર પણ અસર કરી છે તે છેક રાત્રે જ યોજાઈ રહ્યા છે. શ્રોતાઓની સંખ્યા ઘટી છે.



Source link

Related Articles

Back to top button