दुनिया

એન્ટી-ડમ્પિંગ ડ્યુટી: ચીન, અમેરિકા અને EU ભારતમાં ઠાલવી રહ્યા હતા આ કેમિકલ, સરકારે લીધા કડક પગલાં | India Imposes Anti Dumping Duty On Chemicals From China US And EU



India Imposes Anti Dumping Duty On Chemicals : ભારત સરકારે ચીન, યુરોપિયન યુનિયન (EU) અને અમેરિકાથી આયાત થતા ખાસ કેમિકલ ‘સલ્ફેનામાઇડ્સ એક્સેલરેટર્સ’ (Sulfenamides Accelerators) પર આગામી 5 વર્ષ માટે એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવી દીધી છે. રબર અને ટાયર ઉદ્યોગમાં વ્યાપકપણે વપરાતા આ કેમિકલને વિદેશી દેશો ભારતીય બજારમાં સામાન્ય કરતાં ઘણી ઓછી કિંમતે વેચી રહ્યા હતા, જેના કારણે સ્થાનિક ઉદ્યોગોને મોટું નુકસાન થઈ રહ્યું હતું.

કેટલી ડ્યુટી લાદવામાં આવી? : વાણિજ્ય મંત્રાલયની શાખા DGTRની ભલામણ બાદ નાણા મંત્રાલયે $75 પ્રતિ ટનથી લઈને $1,748 પ્રતિ ટન સુધીની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવી છે.

આ પણ વાંચો : અમેરિકા-ઈરાન વાટાઘાટો વચ્ચે ઓઇલ અંગે ભારત અને રશિયાએ કર્યો ખેલ! મોઢું જોતાં રહી ગયા ટ્રમ્પ

અન્ય પ્રોડક્ટ્સ પર પણ એક્શન: સરકારે આ સિવાય ચીન, મલેશિયા, થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયાથી આવતી ‘એલ્યુમિનિયમ ફોઇલ’ પરની ડ્યુટી 15 ડિસેમ્બર સુધી લંબાવી છે. તેમજ ચીનથી આવતા ‘પોલીઇથિલિન ટેરેફ્થલેટ રેઝિન’ પર પણ 5 વર્ષ માટે $200.66 પ્રતિ ટનની ડ્યુટી લગાવી છે.

આ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો મુખ્ય હેતુ બજારમાં ન્યાયી વેપાર પ્રથાઓ (Fair Trading Practices) સુનિશ્ચિત કરવાનો અને વિદેશી નિકાસકારો સામે સ્થાનિક ઉત્પાદકોને સમાન તકો પૂરી પાડવાનો છે. ભારત સરકારે સ્થાનિક ઉદ્યોગોના હિતોનું રક્ષણ કરવા માટે ચીનથી આયાત થતા ‘પોલીઇથિલિન ટેરેફ્થલેટ રેઝિન’ (Polyethylene Terephthalate Resin) પર આગામી 5 વર્ષ માટે $200.66 પ્રતિ ટનની એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લગાવી દીધી છે. આ ડ્યુટી એવા રેઝિન પર લાગુ થશે જેની ઇન્ટ્રિન્સિક વિસ્કોસિટી (Intrinsic Viscosity) 0.72 ડેસિલીટર પ્રતિ ગ્રામ કે તેથી વધુ છે.

શા માટે કરાઈ આ તપાસ?: દેશમાં સસ્તી આયાતમાં અચાનક થયેલા વધારાને કારણે સ્થાનિક ઉદ્યોગો (Domestic Industry) ને કોઈ મોટું નુકસાન તો નથી થઈ રહ્યું ને, તે જાણવા માટે આ વિશેષ તપાસ કરવામાં આવે છે.

WTOના નિયમો હેઠળ એક્શન: ભારત સરકારે જિનીવા સ્થિત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) ના મલ્ટિલેટરલ સિસ્ટમના નિયમોને આધિન રહીને આ પગલું ભર્યું છે. આ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો મુખ્ય હેતુ માર્કેટમાં ન્યાયી વેપાર પ્રથાઓ (Fair Trading Practices) સુનિશ્ચિત કરવાનો અને વિદેશી નિકાસકારો સામે ભારતના સ્થાનિક ઉત્પાદકોને સમાન તકો (Level Playing Field) પૂરી પાડવાનો છે.



Source link

Related Articles

Back to top button