गुजरात

બીપોરજોઈ વાવાઝોડાની આગાહીના પગલે વાવાઝોડાના પૂર્વ આયોજન રાહત – બચાવ કામગીરી, સંસાધનોની સમીક્ષા કરતા સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા

જુનાગઢ

રિપોર્ટર રેશમા સમા 

ગુજરાત સહકાર ના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માએ આજરોજ જૂનાગઢ જિલ્લામાં બીપોરજોઈ વાવાઝોડાની આગાહીના પગલે વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલ અત્યાર સુધીમાં રાહત બચાવની કામગીરી, ઉપલબ્ધ સંસાધનોની તેમજ વિવિધ વિભાગ દ્વારા અગમચેતીના ભાગરૂપે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

મંત્રીશ્રીએ આ તકે ઝીરો કેઝ્યુઆલીટીના અભિગમ સાથે કામ કરવા અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. બીપોરજોઈ સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા વીજળી, પાણી, દવાઓ, સ્થળાતંર, આશ્રયસ્થાનોની વ્યવસ્થા, દરિયાકાંઠાના ગામોને એલર્ટ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.

કલેકટર કચેરી ખાતે યોજાયેલા આ બેઠકમાં કલેકટર શ્રી અનિલ રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મીરાંત પરીખ, જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખ પુનિતભાઈ શર્મા જીલ્લા પ્રમુખ કિરીટભાઇ પટેલ, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા પીજીવીસીએલ, ફિશરીઝ, આરએનબી પંચાયત, આર એન બી સ્ટેટ, શિક્ષણ સહિતના વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Back to top button