गुजरात

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા ટીફીન બેઠક યોજાઇ

મહાનગર પ્રમુખ પુનીતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શિંગાળા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેશમા સમા

જુનાગઢ

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા ટીફીન બેઠક યોજાઇ હતી જેમાં મહાનગર પ્રમુખ પુનીતભાઈ શર્મા, મહામંત્રી સંજયભાઈ મણવર, ભરતભાઈ શિંગાળા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, મેયર ગીતાબેન પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.


ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર નાં પ્રમુખશ્રી પુનિતભાઈ શર્મા ની અધ્યક્ષતા માં યોજાયેલ વરિષ્ઠ આગેવાનો સાથે બેઠક માં પ્રમુખશ્રીએ મોદી સરકાર નાં નવ વર્ષની ઉપલબ્ધિઓ વર્ણવી હતી અને એક મહિના સુધી ચાલનારા વિવિધ કાર્યક્રમો ની માહિતી આપી હતી ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા એ પણ એક માસ સુધી ચાલનારા કાર્યક્રમોમા કાર્યકરો ને છેવાડાના માનવી સુધી વધુમાં વધુ યોજનાઓ નો લાભ પહોંચાડવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમમા ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, જી.પી.કાઠી સાહેબ, કે.ડી.પંડયા સાહેબ, મોહનભાઈ સગર, કાર્યકમ ઇન્ચાર્જ ભરતભાઈ કારેણા, ઓમભાઇ રાવલ, લલિતભાઈ સુવાગીયા તથા યુવા મોરચાના પ્રમુખ મહામંત્રી બક્ષીપંચ મોરચા પ્રમુખ મહામંત્રી મહિલા મોરચા પ્રમુખ મહામંત્રી કિશાન મોરચા પ્રમુખ મહામંત્રી અનુસુચિત જાતિ મોરચો પ્રમુખ મહામંત્રી તથા લઘુમતી મોરચાના પ્રમુખ મહામંત્રી અને આગેવાનો કાર્યકરો ઉપસ્થિતિ રહ્યા હતા તેમ મિડિયા વિભાગ નાં સંજય પંડ્યા ની યાદી જણાવે છે.

Related Articles

Back to top button