અમદાવાદ : ફેસબુકમાં સુંદર કન્યાનો ફોટો જોવો યુવકને ભારે પડ્યો, યુવતીના પતિએ કર્યા આવા હાલ

અમદાવાદ : ટેકનોલોજીના યુગમાં લોકો સોશિયલ મીડિયાનો બેફામ રીતે ઉપયોગ કરી રહ્યા છે. ક્યારેક સોશિયલ મીડિયાની અણસમજ મુસીબતને આમંત્રણ આપે તેવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ નિકોલ વિસ્તારમાં સામે આવ્યો છે.
નવરાશની પળોમાં ફેસબુકનો ઉપયોગ કરતા એક યુવકને ભૂલથી એક યુવતીને કોલ થઈ ગયો હતો. બાદમાં યુવતીના પતિએ તેના સાગરીતો સાથે મળીને યુવકને માર મારતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
નિકોલ વિસ્તારમાં રહેતો એક યુવક ગત મોડી સાંજે તેના મોબાઈલમાં ફેસબુક પ્રોફાઈલમાં ફોટા જોતો હતો. ત્યારે તેની મિત્રના ફોટો જોતા તેના એકાઉન્ટ પર કોલ થઈ ગયો હતો. જોકે આ બાબતની જાણ તેને થતાં કોલ કટ કરી દીધો હતો. થોડી વાર બાદ આ નંબર પરથી યુવતીનો કોલ આવ્યો હતો. જોકે ફરિયાદી યુવકે શરતચૂકથી કોલ થઈ ગયો હોવાનું કહેવા છતાં સામે વાળી વ્યક્તિ બીભત્સ ગાળો બોલવા લાગ્યો હતો અને યુવકનું સરનામું માંગ્યું હતું.