गुजरात

માહિતી ખાતાના વર્ગ-૩ મંડળના હોદ્દેદારો નિમાયા પ્રમુખ તરીકે કિરીટ બેન્કર અને મહામંત્રી તરીકે ૫રિમલ પટેલની સર્વાનુમતે વરણી

ગાંધીનગર

ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળ વર્ગ-૩ની તા. ૦૭-૦૬-ર૦ર૩ને બુધવારના ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળની મળેલી સામાન્ય સભા મળી હતી. જેમાં ર૦ર૩-ર૪ના વર્ષ માટે શ્રી કિરીટ બેન્કરની પ્રમુખ તરીકે અને શ્રી પરિમલ પટેલની મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં વર્ષ ર૦૨૩-૨૪ના વર્ષ માટે હોદ્દેદારો તથા કારોબારીની રચના કરવામાં આવી છે. જેમાં ઉપપ્રમુખ તરીકે સર્વશ્રી પ્રવિણ બારોટ, શ્રી દેવાંગ મેવાડા, શ્રી જી. એસ. ઠાકોર અને શ્રી ચંદ્રેશ વાઘેલા, પ્રહલાદભાઇ ચૌઘરી, સહમંત્રી તરીકે શ્રીમતી ધર્મિષ્ઠાબેન સોની, ખજાનચી તરીકે શ્રી ધવલ શાહની નિમણૂંક કરવામાં આવી છે. સંગઠન મંત્રી તરીકે સર્વ શ્રી સંજયસિંહ ચાવડા(વડી કચેરી), શ્રી સંજય રાજગુરૂ(સૌરાષ્ટ્ર ઝોન), શ્રી યજ્ઞેશ પંડયા (મધ્ય ઝોન), શ્રી નરેશ પટેલ (દક્ષિણ ઝોન) અને શ્રી રાજેન્દ્રસિંહ જાડેજા (ઉત્તર ઝોન)ની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી છે.
કારોબારી સભ્યોમાં સર્વશ્રી શ્રી જયંતિભાઈ ચૌધરી, શ્રી અક્ષય દેસાઇ, શ્રી વિપુલ ચૌહાણ, શ્રી દર્શન ત્રિવેદી, શ્રી જયંત સોજીત્રા, શ્રી મહેશ પટેલ, શ્રી દિપક જાદવ, , શ્રીમતી ફોરમબેન રાઠોડ અને શ્રી અનામિકા શ્રીમાળી, શ્રી રજાકા ડેલા અને શ્રી પ્રિયજીત રાજપૂતની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

Related Articles

Back to top button