गुजरात

ગઢડા વિધાનસભા બેઠકના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાના પ્રચાર માટે ભાજપના કાર્યકર્તાઓ મેદાને

ગઢડા વિધાનસભા ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો

ગઢડા

અનીલ મકવાણા

વિધાનસભા ગઢડા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી શંભુપ્રસાદ ટુંડિયાજી ચૂંટણી લડી રહ્યા છે. તેઓના પ્રચાર અર્થે ગઢડા ભાજપ સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. મતદાતાઓના ઘરો ઘર પહોંચી અચૂક મતદાન કરવા અને ભારતીય જનતા પાર્ટીના પ્રચારના મુદ્દાઓ પર કરવામાં આવેલ વિકાસની કામગીરી અને વચનોના ચોપાનિયા  વિતરણ કરી મતદાતાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલ વિકાસની કામગીરીને કાર્યકરો દ્વારા પ્રજા સમક્ષ રજુ કરવામાં આવી હતી

Related Articles

Back to top button