પત્નીએ છૂટાછેડાની માંગ કરતા પતિને લાગી આવ્યું અને પછી કર્યું જોરદાર કારસ્તાન
અમદાવાદઃ છેલ્લા કેટલાક સમયથી લોકો બદલો લેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. એક તરફી પ્રેમ હોય કે સામાજિક દુશ્મની બદલો લેવા હવે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા હોય તેવા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે હવે પતિ પત્નીને મનમેળનાં આવતા પત્ની એ પતિ પાસે છૂટાછેડાની માંગણી કરતા પતિને લાગી આવ્યું અને પત્નીનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પાસવર્ડ બદલી બીભત્સ મેસેજો કરી પત્નીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. જો કે પત્નીને જાણ થતાં સાયબર ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પતિની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ એ એક એવા આરોપી ની ધરપકડ કરી છે કે જેણે પત્નીને બદનામ કરવા સોસીયલ મીડિયા પર બીભત્સ લખાણ લખ્યું. આરોપી એ વર્ષ 2021માં લગ્ન કર્યા એક મહિના પત્ની સાથે રહ્યો અને બન્ને વચ્ચે મનમેળ ન બેસતા છૂટાછેડા લેવાની પત્નીએ માંગણી કરી હતી.
બસ છુટા થવાની વાતને લઈ તેણે પત્નીનું ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પાસવર્ડ બદલી તેની પત્ની ની બદનામી થાય તેમ સ્ટોરી અપલોડ કરી અશ્લીલ રીતે દર્શાવી બીભત્સ ગાળો આપતા મેસેજો કર્યા..બાદમાં ઇન્સ્ટાગ્રામ પર મિત્રોને બીભત્સ કોમેન્ટ અને મેસેજ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
પકડાયેલ આરોપીએ પત્નીને બદનામ કરવાં આ બીભત્સ મેસેજ કર્યા હોવાનું કબૂલાત કરી છે. પરતું પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં છૂટાછેડા લેવા પત્ની કહેતા ગુસ્સે થઈ આરોપી સાગરે આ લખાણ લખ્યું હોવાનું કહી રહ્યો છે. આરોપીએ પત્નીના ફેસબુક અને ઇન્ટાગ્રામ એકાઉન્ટ પર પાસવર્ડ બદલી અલગ અલગ પાંચ લોકોને બીભત્સ મેસેજ કર્યા છે. જે બાદ પત્ની જાણ થતાં ફરિયાદ નોંધાવી હતી.