રાજપીપળા પોલીસે પકડી ‘માર્કશીટ માફિયા,’ 510 ડુપ્લીકેટ માર્કશીટ સાથે પકડાઈ દિલ્હીની યુવતી
રાજપીપળા : રાજપીપળાની બરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી માં વેરિફિકેશન માટે આવેલી એક નકલી માર્કશીટનું રાષ્ટ્રીય કૌભાંડ ખુલ્લુ પાડી દીધું છે. આ નકલી માર્કશીટે પોલીસને દિલ્હીની માર્કશીટ માફિયા યુવતી સુધી પહોંચાડી દીધી છે. પોલીસે જુદી જુદી યુનિવર્સિટીની 30 નકલી ડિગ્રી (Bogus Degree) 510 નકલી માર્કશીપ સાથે આરોપી યુવતીની ધરપકડ કરી છે.
બનાવની વિગતો એવી છે કે રાજપીપલા ખાતેની બીસ્સા મુંડા ટ્રાયબલ યુનિવર્સીટીમાં ગત તારીખ 10/12/21ના રીજ બનાવટી ડીગ્રી સર્ટી વેરિફિકેશન માટે આવી હતી. યુનિવર્સિટીની ફેક વેબસાઇટ આ માર્કશીટ દ્વારા તપાસમાં ચેક કરવા મળી હતી. દરમિયાન યુનિવર્સિટીના રજીસ્ટ્રાર દ્વારા આ બાબતે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવામાં આવી હતી. જે ફરીયાદ આધારે પોલીસ અધિક્ષકે આ કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી.
તપાસનો રેલો દિલ્હી પહોંચ્યો
પોલીસ ઇન્સપેકર, એલ.સી.બી.એ.રા પટેલે તથા તેમની ટીમ કરતાં એમ દરમ્યાન આ બીરસા મુંડા ટ્રાયબલ યુનિર્સિટીની ફેક વેબસાઇટ બનાવનારની ઓળખ કરવામાં આવી હતી.