गुजरात

Republic Day 2022 : સોમનાથમાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે CM ભુપેન્દ્ર પટેલ, માત્ર 32 મિનિટમાં કાર્યક્રમ કરાશે પૂર્ણ

આજે દેશભરમાં પ્રજાસત્તાક પર્વ (Republic Day 2022) ની ધામધૂમથી ઉજવણી થશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી ધ્વજવંદન કરશે. વિવિધ રાજ્યોની ઝાંખીઓ દર્શાવતા ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બનશે. તો બીજી તરફ, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ  ની ગીર સોમનાથમાં ઉજવણી થશે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધ્વજવંદન કરશે. પરંતુ કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સોમનાથ (Somnath) માં થશે. કોરોનાને કારણે આ કાર્યક્રમ ટૂંકાવવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના હસ્તે ધ્વજવંદન સહિત 32 મિનિટનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કોરોનાના કારણે સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા છે. માત્ર સુરક્ષા દળની 18 પ્લાટુન્સ પરેડ કરશે. કોરોનાની ગાઈડલાઈન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.

કેબિનેટ પ્રધાનો ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે

1 ભુપેન્દ્ર પટેલ ગિરસોમનાથ
2 નીમાબેન આચાર્ય મોરબી
3 રાજેન્દ્ર ત્રિવેદી આણંદ
4 જીતુભાઈ વાઘાણી રાજકોટ
5 ઋષિકેશ પટેલ અમદાવાદ
6 પુણ્નેસ મોદી બનાસકાંઠા
7 રાઘવજી પટેલ પોરબંદર
8 કનુભાઇ દેસાઇ સુરત
9 કિરીટસિંહ રાણા ભાવનગર
10 નરેશ પટેલ વલસાડ
11 પ્રદીપ પરમાર વડોદરા
12 અર્જુન સિંહ ચૌહાણ પંચમહાલ

રાજયકક્ષાના પ્રધાનો ક્યાં જિલ્લામાં ધ્વજવંદન કરશે

1 હર્ષ સંઘવી ગાંધીનગર
2 જગદીશ પંચાલ મહેસાણા
3 બ્રિજેશ મેરજા જામનગર
4 જીતુ ચૌધરી નવસારી
5 મનીષા વકીલ ખેડા
6 મુકેશ પટેલ તાપી
7 નિમિષા સુથાર છોટાઉદેપુર
8 અરવિંદ રૈયાણી જૂનાગઢ
9 કુબેર ડીંડોર સાબરકાંઠા
10 કિર્તીસિંહ વાઘેલા કચ્છ
11 ગજેન્દ્ર પરમાર ભરૂચ
12 આર.સી. મકવાણા અમરેલી
13 વિનોદ મોરવાડિયા બોટાદ
14 દેવાભાઈ માલમ સુરેન્દ્રનગર

Related Articles

Back to top button