गुजरात

સુરત : મહાનગરપાલિકાનો વહીવટ સરકાર દ્વાર નિમણૂક થનાર અધિકારી કરશે, જાણો કેમ

મનપાની ચુંટાયેલી પાંખની ટર્મ આગામી 14મી ડિસેમ્બરના રોજ પુરી થઇ રહી છે. પરીણામે તે પહેલા મનપાના નવા બોર્ડની રચના કરવી અનિવાર્ય છે. પરંતુ રાજય સરકારે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સહીતની તમામ ચુંટણીઓ ત્રણ મહીના સુધી મુલતવી રાખવાની જાહેરાત કરતા મનપામાં વહીવટદારની નિમણુક કરવામાં આવે તેવી પુર્ણ શકયતા દેખાઇ રહી છે. અત્યાર સુધી મનપામાં 7 વહીવટદારોની નિમણુંક કરવામાં આવી છે.

સુરત મનપાની ચુંટણીને લઇ ભારે ધમધમાટ જોવા મળી રહ્યો હતો. શહેર કોંગ્રસ દ્વારા ઉમેદવારોની પંસદગી કરવા માટે ફોર્મનું વિતરણ પણ શરૂ કરી દેવાયું હતો. જોકે કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ રાજય સરકારે ત્રણ મહીના સુધી તમામ ચુંટણીઓ મુલતવી રાખવાનો નિર્ણય કરાતા રાજકીય પક્ષોને ચુંટણીની કામગીરી કરવાનો સમય મળી ગયો છે. સુરત મનપાની ચુંટાયેલા પાંખની ટર્મ આગામી 14મી ડિસેમ્બરના રોજ પુર્ણ થાય છે. પરીમામે નબેમ્બર મહીનામાં ચુંટણી યોજાય એવુ મનાઇ રહ્યું હતું. કોરોનાની મહામારી વચ્ચે વોર્ડ સિંમાકન જાહેર થતા સમય અનુસાર ચુટણી યોજાશે એ નક્કી થઇ ગયું હતું.

Related Articles

Back to top button