गुजरात

રાજકોટની બેંકના કેશ કાઉન્ટરમાંથી ગઠિયો લઇ ગયો 1.83 લાખ રોકડા, જુઓ CCTV

રાજકોટ: શહેરના કેનાલ રોડ પર ભુતખાના ચોક નજીક આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બેંકમાં ચોરીની ઘટના બની હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા તસ્કરે બેંકના કાઉન્ટરના ખાનામાંથી રૂ.1.83 લાખની રોકડ ઉઠાવી ગયા હતા. જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યુ હતુ કે, મહિલા કેશિયર ફ્રેશ થવા માટે બહાર નીકળતા પાછળથી આ શખસે ટેબલમાંથી 1.83 લાખની રોકડ લઇ ફરાર થઇ ગયો હતો.

થોડી જ મિનિટોમાં થઇ ચોરી

આ ઘટનાની વિસ્તૃત માહિતી પ્રમાણે, કેનાલ રોડ પર ભુતખાના ચોક નજીક બિઝનેશ એડીફીસ નામના કોમ્પ્લેક્ષમાં સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાની જયરાજ પ્લોટ બ્રાંચમાં ગ્રાહકના સ્વાંગમાં માસ્ક પહેરીને આવેલા તસ્કરે કેશ કાઉન્ટર પાસે આવ્યો હતો. મહિલા કેશીયર ફ્રેશ થવા માટે ગયા હતા. ત્યારે થોડી મિનિટો માટે કાઉન્ટર પર કોઇ હતુ નહીં. જેથી ચોર કાઉન્ટરની બાજુમાંથી અંદર આવી ટેબલના ખાનામાં પડેલા રૂ. 1.83 લાખની રોકડ રકમ ઉઠાવી ભાગી ગયો હતો. આ ચોરે મોઢા પર માસ્ક પહેરેલુ હતુ.

સીસીટીવી ફૂટેજમાં દેખાયો ચોર

મહિલા કેશીયર પરત કાઉન્ટર પર આવીને ટેબલનું ખાનું ખોલી રોકડ ચેક કરતા રૂ.100ના બંડલ ઓછા હોવાની શંકા જતા તેણે તરત જ તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યુ હતુ કે, 1.83 લાખની રોકડ રકમ ગાયબ તેમણે મૂકી હતી ત્યાં ન હતી. બાદ તેણે તાકીદે બેંકના મેનેજર તથા સ્ટાફને બનાવની જાણ કરતા તાકીદે બેંકમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા સાડા અગીયારની આસપાસ માસ્ક પહેરીને આવેલો એક શખસ કેશ કાઉન્ટરની અંદર આવીને ટેબલના ખાનામાંથી રોકડ ઉઠાવતો હોવાનું જોવા મળે છે. જે બાદ તરત જ બેંકના મેનેજર તથા સ્ટાફે તાકીદે પોલીસને જાણ કરતા એ ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

Related Articles

Back to top button