गुजरात

અમદાવાદમાં Omicronના વધુ પાંચ કેસ નોંધાયા, આઠ વર્ષની બાળકી સહિત મહિલાઓ સંક્રમિત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર કરેલ પ્રેસ મુજબ હાલ અમદાવાદ શહેર ખાતે અત્યાર સુધી કુલ -7 “ ઓમિક્રૉન ” ના કેસ  નોંધાયેલ છે. હાલમાં આ વેરીયન્ટ અંતર્ગત પોઝિટિવ આવતા તમામ દર્દીને ડેઝીગ્નેટ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે તેમજ તેઓના સંપર્કમાં આવેલ વ્યકિતઓને પણ હોમ કવોરંટાઈન કરવાની કાર્યવાહી કરેલ છે.

શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તથા કિયોસ્ક અંતર્ગત ટેસ્ટીંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે . જે વ્યકિતઓને કોવિડ 19 વેકસીનેશનનો સેકન્ડ ડોઝ લેવાનો બાકી હોય તેમ જ એલીજીબલ હોય તો તેઓને સેકન્ડ ડોઝ લેવા માટે અપીલ કરવામાં આવે છે . જેથી કરીને કોવિડ -19 સંક્રમણ અટકાવવામાં મદદરૂપ થઈ શકે છે

કોંગોથી આવેલા અને હાલ મકરબા રહેતા 32 વર્ષીય મહિલા અને આઠ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે . દુબઇથી આવેલ અને હાલ થલતેજના રહેતા 39 વર્ષના મહિલા પણ સંક્રમતિ થયા છે.

આ ઉપરાત ટાન્ઝાનિયાથી આવેલ અને હાલ મણિનગરમા રહેલા 42 વર્ષ મહિલા પણ સંક્રમતિ થયા છે. યુ કે થી આવેલ અને હાલ નવરંગપુરામાં વિસ્તાર રહેવાસી 40 વર્ષ મહિલાઓ સંક્રમતિ થયા છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે નવા કુલ 5 ” કોવિડ -19 – ઓમિક્રૉન વેરીયન્ટ ” ના કેસો નોંધાયેલ છે. જેમા આઠ વર્ષની બાળક સહિત મહિલાઓનો સમાવેશ થયા છે.  ઓમિક્રોન કેસ નોધાતા આરોગ્ય વિભાગ હાલ દોડધામ મચી છે.

એસ વી પી હોસ્પિટલ વિશેષ વ્યવસ્થા હાલ ઉભી કરવામાં આવી છે . તો એલ જી હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલમાં પણ ઓક્સિન બેડ સાથે એએમસી આરોગ્ય વિભાગ તૈયારી પૂર્ણ કરી છે.

ઉલ્લેખનીય છે કે દિવસેને દિવસે ઓમિક્રોનના કેસોમાં વધારો થતાં વિવિધ દેશો પગલાં ભરી રહ્યા છે. ત્યારે આવી સ્થિતિ વચ્ચે ગુજરાતમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 91 કેસો નોંધાયા છે. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં 25 નોંધાયા છે જ્યારે સુરત શહેર અને વડોદરા શહેરમાં પણ અનુક્રમે 16 અને 10 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે બે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

Related Articles

Back to top button