गुजरात

ત્રણ બહેનોના એકનો એક ભાઈ મર્યા પછી થઈ ગયો અમર, જાણો શું છે હૃદયદ્રાવક કહાની

અમદાવાદ: સિવિલ હોસ્પિટલ અમદાવાદની આ વાત છે. જ્યાં ત્રણ બહેનોના એક ભાઈએ સારવાર દરમિયાન પથારીમાં દમ તોડ્યો. પણ આ ભાઈ મરતા મરતા જાણે અમર થઈ ગયો. અકસ્માત થતા મેહુલ પરમારને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો. જ્યાં ડોકટર્સ દ્વારા બ્રેઇનડેડ જાહેર થયેલ મેહુલ પરમારે 5 વ્યક્તિઓને નવું જીવતદાન આપ્યું. હવે જિંદાદિલ મેહુલનું હ્યદય ગ્રીનકોરિડોર મારફતે સોલાની ખાનગી હોસ્પિટલ પહોંચ્યું હવે આ હૃદય 21 વર્ષના યુવકમાં ધબકશે.

સાબરકાંઠાના તલોદ તાલુકામાં રહેતા મેહુલભાઈ પરમારે બાળપણમાં જ માતાપિતાની છત્રછાયાં ગુમાવી દીધી હતી. નાનપણથી ત્રણ બહેનો સાથે રહીને મોટો થયો હતો. બાળપણથી જ મેહુલભાઈના જીવનમાં ઘણો સંઘર્ષ હતો. આકરી મહેનત કરીને પોતાનું અને 3 બહેનોના બનેલા પરિવારનું ગુજરાન ચલાવતો. હંમેશા બીજાની વ્હારે અને મદદે જનારા મેહુલભાઈની હજુ 12 ડિસેમ્બરે જ સગાઈ થઈ હતી. પણ ન જાણ્યું જાનકી નાથે કાલે શુ થવાનું છે.

મેહુલ જીવનમાં હજૂ તો પોતાની પ્રિયતમાનો હાથ હાથમાં લઇને સજોડે ડગ માણીને સાંસારિક જીવનની શરૂઆત કરવાની હતી. પણ તે પહેલા જ તે કાળનો કોળિયો બની ગયો. 13 ડિસેમ્બરે તલોદ રોડ પર અકસ્માત થતા મેહુલભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો, જ્યાં તબીબો દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરી દીધા.

મેહુલભાઈને બ્રેઇનડેડ જાહેર કરાતા સિવિલ હોસ્પિટલની SOTTO ની ટીમ દ્વારા તેના પરિવારજનોને અંગદાન વિશે વિગતવાર સમજણ આપતા મેહુલની ત્રણ બહેનો સહિત પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. બ્રેઇનડેડ થયેલા મેહુલભાઈના અંગદાન થકી હૃદય, લિવર, સ્વાદુપિંડ અને બંને કિડનીનું દાન મળ્યું. જે જરૂરિયાતમંદ દર્દીમાં ટૂંક સમયમાં જ પ્રત્યારોપણ કરવામાં આવશે.

Related Articles

Back to top button