गुजरात

જે.પી.ગુપ્તા અમેરિકા જવા રવાના USમાં કરશે રોડ શો, ગીફ્ટ સિટીમાં રોકાણનાં ફાયદા સમજાવશે

10 થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનાર દસમી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા JP ગુપ્તાના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ USA ની મુલાકાતે ગત શુક્રવારે મોડી રાત્રે રવાના થયું છે . 12 જેટલા ઉદ્યોગકારો સાથે અમેરિકા રવાના થયેલા ગુપ્તા અમેરિકામાં રોડ શો કરશે. ગુપ્તા 12 ઉદ્યોગકારો સાથે ન્યૂયોર્ક , વોશિંગ્ટન ડીસી, અને સાન ફ્રાન્સિસ્કો ખાતે રોડ શો કરશે.  રાઉન્ડ ટેબલ ચર્ચાઓ કરશે. બ્લૂમબર્ગના સ્થાપક અને સીઇઓ માઇક બ્લૂમબર્ગને પણ તેઓ મળવાનાં છે. વાઇબ્રન્ટ ગુજરાત અને ગિફ્ટ સિટીમાંરોકાણ માટે તેઓ માઇક સાથે વાતચીત કરશે.  વોશિંગ્ટન ડીસીમાં વિશ્વ બેંક, IFC અને MIGA ના વરિષ્ઠ પ્રતિનિધિઓને પણ ગુપ્તા – ભારતીય ઉદ્યોગકારોનાં પ્રતિનિધિ મંડળ સાથે મળશે.

એમ. થેન્નારસન ને વાઇબ્રન્ટ સમીટ પહેલાના લાર્જ સેકટર ના એમઓયુ નોડલ ઓફિસર બનાવી દેવાયા

રાજ્ય સરકારે ગત સોમવારથી વિવિધ કંપનીઓ સાથે એમઓયુ કરવાની શરુઆત કરી છે . પહેલી ઓમઓયુ સેરેમની ઇન્ડેક્સ બી એ કર્યા બાદ હવે તમામ જવાબદારી જીઆઇડીસીનાં એમ.ડી.એમ.થેન્નારસન પર નાંખી દેવાઇ છે .. તેમને વાઇબ્રન્ટ સમીટ ના લાર્જેસ્ટ સેક્ટરના ઓમઓયુ નોડલ ઓફિસર બનાવી દેતા હવે આગામી દર સોમવારે થનાર બાકીની તમામ એમઓયુ સેરેમની એમ.થેન્નારસનની આગેવાનીમાં થશે. લાર્જેસ્ટ સેકટર અંતર્ગત ૫૦૦ કરોડ થી ઉપરના તમામ એમઓયુ ની જવાબદારી હવે એમ. થેન્નારસન ની રહેશે. જોકે, થેન્નારસન ઓલરેડી કામના બોજનામાર્યા અધિકારી છે – ઉપર થી નોડલ ઓફિસર ની જવાબદારી આવી પડતા –  હવે એમને રાત ઓછી ને વેશ ઝાઝાની પરિસ્થિતિ સર્જાઇ છે.

સચિવાલયમા એકમાત્ર અધિકારી રાજકુમાર જ ચર્ચાની એરણે

દિલ્હી ડેપ્યુટેશન પર ગયેલા આઇએેસ અધિકારીનો જયારથી ગુજરાત પરત ફરવાનો ઓર્ડર થયો છે . ત્યારથી સચિવાલયમાં આ એક નામ સિવાય અન્ય કોઇ વાતની ચર્ચા નથી. હાલ રાજકુમાર નો ગુજરાત પરત ફરવાનો ઓર્ડર થયો છે , પરંતુ તેમને દિલ્હીથી રિલીવ કરાયા નથી. આઇએેએસ અધિકારીઓ માની રહ્યા છે કે – વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ પૂરી થયા બાદ કમોરતા ઉતરતા ની સાથેજ ૧૫ મી જાન્યુઆરીએ રાજકુમાર ને  ગુજરાત મા ટોચના લેવલે સૌથી મહત્વ ની જવાબદારી સોંપવાનો સેકન્ડ ઓર્ડર કરાશે. અને આ ઓર્ડર સાથેજ ગુજરાત ના ત્રણ મોસ્ટ સિનિયર આઇએએસ અધિકારીઓ કે જે એક જ બેચના છે તેઓને રાજ્ય સરકારના જે ૬ જેટલા વૈધાનિક નિગમો છે તેમાં ખસેડાશે. ટોપ મોસ્ટ સિનિયર અધિકારીઓ ને જીએનએફસી , જીએસએફસી , નર્મદા નિગમ મા ખસેડાય તેવી પણ ચર્ચા છે .

Related Articles

Back to top button